બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 1 લાખમાં કરાવ્યા લગ્ન, 8 દિવસમાં જ દુલ્હન ગાયબ! મોરબીમાં ચોંકાવનારો કિસ્સો

Morbi News / 1 લાખમાં કરાવ્યા લગ્ન, 8 દિવસમાં જ દુલ્હન ગાયબ! મોરબીમાં ચોંકાવનારો કિસ્સો

Ajitsinh Jadeja

Last Updated: 10:37 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News: મોરબીમાં લૂટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અશોક અડવાણી સાથે 1 લાખ લઈને લગ્ન કરાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદની મહિલા એજન્ટ પ્રીતિ વાઘવાણીએ લગ્ન કરાવ્યા હતા.

Morbi News: મોરબીમાં લૂટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અશોક અડવાણી સાથે 1 લાખ લઈને લગ્ન કરાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદની મહિલા એજન્ટ પ્રીતિ વાઘવાણીએ લગ્ન કરાવ્યા હતા. અશોક અડવાણી અને નિશા હેમલાણીએ 22 મેના દિવસે ગાંધીધામના મંદિરમાં લગ્ન થયા હતા. માતા-પિતા વગરની યુવતી હોવાનું કહી લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ યુવતી મોરબીમાં માત્ર એક અઠવાડિયું રહી હતી.

30 મેની વહેલી સવારે પરિવાર સૂતો હતો ત્યારે યુવતી ફરાર થઈ ગઈ હતી. લગ્ન કરાવનાર મહિલા એજન્ટે પણ ફોન સ્વીચ ઓફ કરી સંપર્ક તોડી દીધો હતો. એ-ડિવિઝન પોલીસમાં મહિલા એજન્ટ અને યુવતી સામે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર મોરબીમાં લૂટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અશોક અડવાણી નામના વ્યક્તિ સાથે લગ્ન કરાવવા માટે અમદાવાદની મહિલા એજન્ટ પ્રીતિ વાઘવાણીએ રૂ. 1 લાખ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

યુવતીના માતા-પિતા ન હોવાનું જણાવી લગ્ન માટે વાત આગળ વધારવામાં આવી હતી. ત્યારબાદ અશોક અડવાણી અને નિશા હેમલાણીના 22 મેના ગાંધીધામ સ્થિત એક મંદિરમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા.

લગ્ન બાદ નિશા હેમલાણી મોરબીમાં સાસરીએ માત્ર એક અઠવાડિયું જ રહી હતી. ત્યારબાદ તે અચાનક ઘરેથી નીકળી ગઈ હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો ન લાગતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ગુજરાત / ખેડૂતોના ડેટાની સુરક્ષા માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 'વિભાગીય ડેટા સમિતિ (DDC)'ની રચના કરી

અશોક અડવાણીએ આરોપ લગાવ્યો છે કે લગ્ન કરાવવાના નામે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. મહિલા એજન્ટે યુવતી વિશે ખોટી માહિતી આપી લગ્ન કરાવ્યા અને રૂપિયા એક લાખ લીધા છે.

હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Lootery dulhan Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ