બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખેડૂતોના ડેટાની સુરક્ષા માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 'વિભાગીય ડેટા સમિતિ (DDC)'ની રચના કરી
Last Updated: 09:54 PM, 9 July 2026
ખેડૂતોની વ્યક્તિગત અને કૃષિ સંબંધિત માહિતીની સુરક્ષા વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે 'વિભાગીય ડેટા સમિતિ (DDC)'ની રચના કરી છે. આ સમિતિ કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP Act-2023) અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક હેઠળ કાર્ય કરશે.
ADVERTISEMENT
નવી વ્યવસ્થા હેઠળ ખેડૂતોનો વ્યક્તિગત, બેંકિંગ અને કૃષિ સંબંધિત ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવશે. ખેડૂતોની સ્પષ્ટ સંમતિ વિના તેમના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સાથે જ ડેટાના સંગ્રહ, ઉપયોગ અને પ્રક્રિયા માટે કાયદાકીય જોગવાઈઓનું કડક પાલન કરવામાં આવશે.
સરકારના જણાવ્યા મુજબ વિભાગીય ડેટા સમિતિ કૃષિ વિભાગ ઉપરાંત તેની સાથે સંકળાયેલા બોર્ડ-નિગમો અને કૃષિ યુનિવર્સિટીઓના ડેટાનું વૈજ્ઞાનિક, પારદર્શક અને સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરશે. સમિતિનું નેતૃત્વ વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ કરશે. તેમાં મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (CISO), વિભાગીય ડેટા અધિકારી, આઈટી નિષ્ણાતો, કાયદાકીય અધિકારીઓ તેમજ સંબંધિત સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ડેટાના સુરક્ષિત સંચાલન માટે કૃષિ વિભાગના તમામ ડેટાસેટનું ઓપન, શેરેબલ, પ્રતિબંધિત, સંવેદનશીલ અને નેગેટિવ લિસ્ટ એમ પાંચ શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવશે. જાહેર ઉપયોગની માહિતી ખેડૂતો સુધી સરળતાથી પહોંચશે, જ્યારે વ્યક્તિગત અને બેંકિંગ જેવી સંવેદનશીલ માહિતીને ઉચ્ચ સ્તરની સુરક્ષા આપવામાં આવશે.
નવી વ્યવસ્થામાં ખેડૂતોની સંમતિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ડેટાના ઉપયોગ માટે આપવામાં આવેલી સંમતિનો સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિત, ઓડિટેબલ અને ટ્રેકેબલ રહેશે. જો સંમતિ સંબંધિત નિયમોનો ભંગ થશે તો તેની જાણ તાત્કાલિક રાજ્ય ડેટા સત્તામંડળને કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો- ભારતના ગ્રીન એનર્જી મિશનમાં ગુજરાતનો સિંહફાળો, 50.386 GW ક્ષમતા સાથે પહેલા નંબરે
ડેટા બ્રીચ અથવા સાયબર સુરક્ષા સંબંધિત કોઈપણ ઘટનાની સતત દેખરેખ રાખવા માટે પણ સમિતિ જવાબદાર રહેશે. કોઈપણ પ્રકારના ડેટા ઉલ્લંઘનની સ્થિતિમાં રાજ્યના મુખ્ય ડેટા અધિકારી સહિત સંબંધિત સત્તાધિકારીઓને તાત્કાલિક જાણ કરીને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
સરકારનું માનવું છે કે સુરક્ષિત અને પ્રમાણભૂત ડેટાના આધારે કૃષિ ક્ષેત્રમાં સંશોધન, નવીનતા અને પુરાવા આધારિત નિર્ણય પ્રક્રિયાને વેગ મળશે. પરિણામે ખેડૂત કલ્યાણ યોજનાઓ વધુ અસરકારક બનશે અને સબસિડી, પાક વીમો, કુદરતી આપત્તિ સહાય સહિતની સરકારી યોજનાઓનો લાભ વધુ ઝડપથી અને પારદર્શક રીતે પાત્ર ખેડૂતો સુધી પહોંચશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.