બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રહેણાંક મકાનમાં ચાલતું હતું નકલી ઘીનું કારખાનું: SOGએ દરોડો પાડી ભેળસેળિયા નેટવર્કનો કર્યો પર્દાફાશ

ગુજરાત / રહેણાંક મકાનમાં ચાલતું હતું નકલી ઘીનું કારખાનું: SOGએ દરોડો પાડી ભેળસેળિયા નેટવર્કનો કર્યો પર્દાફાશ

Pravin Joshi

Last Updated: 11:45 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો બનાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને મોટા પાયે ચાલી રહેલા શંકાસ્પદ અને બનાવટી ઘી બનાવવાના ગેરકાયદે યુનિટને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

રાજ્યમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો બનાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને મોટા પાયે ચાલી રહેલા શંકાસ્પદ અને બનાવટી ઘી બનાવવાના ગેરકાયદે યુનિટને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ સમગ્ર નેટવર્ક કોઈ ઔદ્યોગિક વિસ્તારમાં નહીં, પરંતુ સામાન્ય લોકોની અવરજવર વાળા એક રહેણાંક મકાનની અંદર ખૂબ જ ગુપ્ત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું.

વનસ્પતિ તેલ અને ઘીના મિશ્રણથી ખેલ ખેલાતો હતો

SOGની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેરકાયદે કારખાનામાં વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીનું રાસાયણિક મિશ્રણ કરીને આબેહૂબ અસલી દેખાય તેવું શંકાસ્પદ ઘી તૈયાર કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં તૈયાર કરાયેલું શંકાસ્પદ ઘી, વનસ્પતિ તેલ, વનસ્પતિ ઘીનો જથ્થો તેમજ બ્રાન્ડેડ કંપનીઓના નામે પેકિંગ કરવા માટે રાખેલા ખાલી ડબ્બા અને અન્ય પેકિંગ સામગ્રીનો મોટો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે.

fake-ghee

પેકિંગ કરતા સંજય વિરાણીની અટકાયત

જ્યારે એસઓજીની ટીમે મકાન પર અચાનક દરોડો પાડ્યો, ત્યારે ત્યાં આ નકલી ઘીના પેકિંગની કામગીરી જોરશોરથી ચાલી રહી હતી. પોલીસે સ્થળ પરથી પેકિંગ કરતા સંજય વિરાણી નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં, લેબોરેટરી તપાસ શરૂ

આ મામલાની ગંભીરતાને જોતાં એસઓજી દ્વારા તાત્કાલિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર્સે સ્થળ પરથી શંકાસ્પદ ઘીના અલગ-અલગ સેમ્પલ (નમૂના) મેળવીને તેને વધુ તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હાલ પૂરતું પોલીસ તંત્ર દ્વારા આ મામલે સત્તાવાર રીતે જાણવા જોગ (જાનજોગ) નોંધ કરીને આગળની કાયદેસરની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વિશ્વ / મેલબોર્નમાં મોદીની ધમાકેદાર એન્ટ્રી! હજારો ભારતીયોએ કર્યું ઐતિહાસિક સ્વાગત, માર્વેલ સ્ટેડિયમ બન્યું 'મિની ઇન્ડિયા'

હવે પોલીસ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે, આ શંકાસ્પદ ઘી કયા-કયા બજારો કે વેપારીઓને વેચવામાં આવતું હતું અને આ ગેરકાયદે ધંધો કેટલા સમયથી ચાલી રહ્યો હતો. આ ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે SOG દ્વારા કડક પૂછપરછ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GujaratPolice SOGRaid FoodAdulteration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ