ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફરીવાર સિંહનો હુમલો, ગિરનારના 50 પગથિયેથી જ બાળકને સિંહ ઉપાડી ગયો

જૂનાગઢ / ફરીવાર સિંહનો હુમલો, ગિરનારના 50 પગથિયેથી જ બાળકને સિંહ ઉપાડી ગયો

Published By: Priykant Shrimali

Last Updated: 09:11 AM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Girnar Lion Attack : ગિરનારની સીડીઓ પર સિંહનો હુમલો, 11 વર્ષના મયુરસિંહ ચૌહાણને જંગલમાં ખેંચી ગયો; વન વિભાગે શરૂ કર્યું સર્ચ ઓપરેશન

ADVERTISEMENT

Girnar Lion Attack : જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરથી એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. વાસ્તવમાં આજે વહેલી સવારે ગિરનારની સીડીઓ ચઢી રહેલા 11 વર્ષના બાળક પર સિંહે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્થાનિક સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

પ્રાથમિક વિગતો મુજબ મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી એક પરિવાર ગિરનાર યાત્રા માટે આવ્યો હતો. વહેલી સવારે અંદાજે પાંચ વાગ્યાના સમયે પરિવાર ગિરનારની સીડીઓ ચઢી રહ્યો હતો. તે દરમિયાન લગભગ 50મા પગથિયાંની આસપાસ 11 વર્ષનો મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના કાકા સાથે આગળ વધી રહ્યો હતો. અચાનક અંધારામાંથી એક સિંહ બહાર આવ્યો અને કિશોર પર હુમલો કરીને તેને મોઢામાં પકડી જંગલ તરફ ખેંચી ગયો. સમગ્ર ઘટના એટલી ઝડપથી બની કે પરિવારજનો બાળકને બચાવી શક્યા નહોતા.

આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ હજુ સુધી બાળકનો સંપૂર્ણ મૃતદેહ મળી આવ્યો નથી. શોધખોળ દરમિયાન બાળકનો એક પગ, બુટ અને કપડાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારની સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.

ચાર દિવસથી ગિરનારની સીડીઓ પર હતી સિંહની અવર-જવર

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગિરનારની સીડીઓ આસપાસ સિંહની અવરજવર જોવા મળી રહી હતી. તેમ છતાં યાત્રાળુઓની સુરક્ષા માટે પૂરતી તકેદારી લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ હવે સવાલો ઊભા થયા છે.

શું કહી રહ્યા છે પરિવારજનો ?

આ સમગ્ર ઘટનાને લઈને બાળકના પરિવારજનોએ પણ સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ગિરનારની સીડીઓ પર ખાસ કરીને રાત્રિ અને વહેલી સવારે પૂરતી લાઇટિંગની વ્યવસ્થા હોવી જોઈએ. હજારો યાત્રિકો અંધારામાં ગિરનાર ચઢતા હોય છે અને પ્રકાશના અભાવે આસપાસ કોઈ વન્યજીવ હોય તો તેની જાણ થઈ શકતી નથી. જો યોગ્ય પ્રકાશ વ્યવસ્થા હોય તો આવી દુર્ઘટનાઓ ટાળવામાં મદદ મળી શકે.

આ પણ વાંચો : અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડોના ખર્ચે બનેલા સરકારી આવાસનું કરશે લોકાર્પણ

ઘટના બાદ વન વિભાગે તપાસ શરૂ કરી છે અને હુમલો કરનાર સિંહની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ યાત્રાળુઓની સુરક્ષા માટે જરૂરી વધારાના પગલાં અંગે પણ વિચારણા શરૂ કરવામાં આવી છે. આ કરુણ ઘટનાએ ગિરનાર યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Girnar Lion Attack Junagadh Lion Attack

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ