ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડોના ખર્ચે બનેલા સરકારી આવાસનું કરશે લોકાર્પણ

ગાંધીનગર / અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, કરોડોના ખર્ચે બનેલા સરકારી આવાસનું કરશે લોકાર્પણ

Published By: Priykant Shrimali

Last Updated: 08:32 AM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah In Gujarat : અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે: ગાંધીનગરમાં મહા વૃક્ષારોપણ અભિયાન અને ₹60.68 કરોડના સરકારી આવાસોનું લોકાર્પણ

ADVERTISEMENT

Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસલક્ષી અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. ખાસ કરીને ગાંધીનગર લોકસભા મતવિસ્તારને વધુ હરિયાળો બનાવવા માટે 12 જુલાઈના રોજ વિશાળ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન યોજાશે. આ ઉપરાંત અમદાવાદમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ₹60.68 કરોડના ખર્ચે નિર્મિત 188 આધુનિક સરકારી આવાસોનું ઇ-લોકાર્પણ પણ તેમના હસ્તે કરવામાં આવશે.

જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?

'ગાંધીનગર લોકસભા-હરિયાળી લોકસભા'ના સંકલ્પ સાથે યોજાનાર આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર વૃક્ષો વાવવાનો નથી, પરંતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવી વૃક્ષોના લાંબા ગાળાના જતનને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો છે. સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી તમામ સાત વિધાનસભા બેઠકોમાં એકસાથે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. દરેક પરિવારને પરિવારના દરેક સભ્યના નામે ઓછામાં ઓછો એક છોડ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વર્ષ 2026-27 દરમિયાન સમગ્ર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 1,01,10,026 વૃક્ષો વાવવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમાં સૌથી વધુ અંદાજે 52.64 લાખ વૃક્ષોનું વાવેતર સાણંદ વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવશે. ઉપરાંત કલોલ, ગાંધીનગર ઉત્તર સહિત અન્ય વિસ્તારોમાં પણ લાખોની સંખ્યામાં વૃક્ષો વાવી હરિયાળું આવરણ વધુ વિસ્તૃત કરવાની યોજના બનાવવામાં આવી છે.

આ અભિયાન અગાઉના વર્ષોમાં મળેલી સફળતાનો પણ આગળનો તબક્કો છે. વર્ષ 2019થી 2025 દરમિયાન સતત હાથ ધરાયેલા વૃક્ષારોપણના પ્રયાસોથી ગાંધીનગર લોકસભા વિસ્તારના ગ્રીન કવરમાં 11.25 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ પરિણામ દર્શાવે છે કે વૈજ્ઞાનિક આયોજન અને સતત જતન સાથે કરવામાં આવતું વૃક્ષારોપણ પર્યાવરણ માટે અસરકારક સાબિત થઈ રહ્યું છે. શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવા માટે અત્યાર સુધી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં કુલ 94 હાઈ-ટેક ઑક્સિજન પાર્ક વિકસાવવામાં આવ્યા છે.

સાબરમતી, ગોતા, થલતેજ, બોડકદેવ, સરખેજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં જાપાનની પ્રખ્યાત મિયાવાકી પદ્ધતિ અને ઘનિષ્ઠ વાવેતર ટેક્નિક દ્વારા ટૂંકા સમયમાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પાર્ક હવાની ગુણવત્તા સુધારવા, શહેરનું તાપમાન ઘટાડવા અને જૈવવૈવિધ્ય જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. વૃક્ષારોપણ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈ શકે તે માટે ઓનલાઈન નોંધણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો પોતાના નજીકના નિર્ધારિત સ્થળે જઈ અભિયાનમાં ભાગ લઈ શકશે અને સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવી શકશે. સરકાર દ્વારા દરેક નાગરિકને માત્ર વૃક્ષ વાવવાનું નહીં પરંતુ તેના ઉછેર અને સંરક્ષણની જવાબદારી પણ સ્વીકારવા અપીલ કરવામાં આવી છે.

સરકારી આવાસોનું પણ ઇ-લોકાર્પણ

આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન અમદાવાદમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત આધુનિક સરકારી આવાસોનું પણ ઇ-લોકાર્પણ કરશે. કુલ ₹60.68 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ચાર મલ્ટીસ્ટોરી ટાવરોમાં કુલ 188 સરકારી આવાસો બનાવવામાં આવ્યા છે, જેનો સીધો લાભ વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારીઓ અને કર્મચારીઓને મળશે. આ પ્રોજેક્ટ હેઠળ શાહીબાગમાં 40 'ઈ' કેટેગરીના આવાસો, એલ.ડી.સી.ઈ. સુંદરમ કોલોનીમાં 52 'ડી-1' કેટેગરીના આવાસો, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ સામે 52 'સી' કેટેગરીના આવાસો તેમજ ફોટોલીથો પ્રેસ કોલોનીમાં 44 'બી' કેટેગરીના આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. આ ચારેય રહેણાંક સંકુલોમાં આધુનિક ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ વિસ્તાર, વિશાળ રસોડું, બેડરૂમ, માસ્ટર બેડરૂમ, ઓફિસ રૂમ, બાલ્કની, વોશ એરિયા, બગીચા અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પણ વાંચો : પગારમાં પેટ ના ભરાયું! તો લાંચ ખાધી, ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરીને ફરજિયાત નિવૃત કરાયો

આ નવા આવાસોના લોકાર્પણ બાદ સરકારી સેવાના 40 વર્ગ-1 અધિકારીઓ, 104 વર્ગ-2 અધિકારીઓ અને 44 વર્ગ-3 કર્મચારીઓ સહિત કુલ 188 પરિવારોને આધુનિક અને સુવિધાસભર રહેઠાણ મળશે. સરકારના જણાવ્યા અનુસાર, કર્મચારીઓને કાર્યસ્થળ નજીક ગુણવત્તાયુક્ત રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો આ પ્રયાસ તેમના જીવનધોરણમાં સુધારો લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Lok Sabha Tree Plantation Campaign Amit Shah Gujarat Visit

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ