બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?

Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?

Bijal Vyas

Last Updated: 02:03 PM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનામાં 'અગ્નિવીર' ભરતીની રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે મોટા સમાચાર છે. ભારતીય સેનાએ 'અગ્નિવીર કોમન એન્ટ્રન્સ એક્ઝામ' (CEE) 2026ના પરિણામો જાહેર કર્યા છે.

ભારતીય સેનામાં 'અગ્નિવીર' ભરતીની રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે મોટા સમાચાર છે. ભારતીય સેનાએ 'અગ્નિવીર કોમન એન્ટ્રન્સ એક્ઝામ' (CEE) 2026ના પરિણામો જાહેર કર્યા છે. 1 જૂન અને 16 જૂન 2026 વચ્ચે યોજાયેલી કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBT)માં સામેલ થયેલા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ પર તેમના પરિણામો જોઈ શકે છે. સેનાએ ARO અને ટ્રેડ (ARO-wise) મુજબ વર્ગીકૃત કરીને PDF ફોર્મેટમાં પરિણામો જાહેર કર્યા છે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને હવે શારીરિક ક્ષમતા કસોટી અને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, આ વખતે આ તબક્કાઓના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.

આ પદો માટે જાહેર થયુ રિઝલ્ટ

અગ્નિવીર ભરતીની વિવિધ પદો જેમાં જનરલ ડ્યુટી (GD), ટેકનિકલ, ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ, ટ્રેડ્સમેન (8મું અને 10મું પાસ) અને મહિલા મિલિટરી પોલીસનો સમાવેશ થાય છે - તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. પસંદગી પામેલા ઉમેદવારોના નામ, રોલ નંબર, રજીસ્ટ્રેશન નંબર, શ્રેણી, સંબંધિત ARO અને ટ્રેડ (વર્ગ) તેમજ ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા અંગેની વિગતો PDFમાં ઉપલબ્ધ છે.

આ રીતે કરો રિઝલ્ટને ડાઉનલોડ

પરિણામ જોવા માટે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો. ત્યારબાદ, હોમપેજ પરના 'Agniveer' સેક્શનમાં જાઓ અને 'Final Result' વિકલ્પ પસંદ કરો. પછી, તમારા ARO અને ટ્રેડ (trade)ને અનુરૂપ PDF ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરેલી ફાઇલમાં Ctrl + F દબાવીને તમે સરળતાથી તમારો રોલ નંબર શોધી શકો છો.

આ પણ વાંચોઃ EPFOની મોટી જાહેરાત: PF ટ્રસ્ટ માટે એમ્નેસ્ટી સ્કીમ-2026 અમલમાં, 6 મહિનામાં મળશે નિયમિતીકરણની તક

ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ વિશે

લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ હવે ભરતીના આગામી તબક્કાઓ શારીરિક ક્ષમતા કસોટી (PET) અને તબીબી તપાસ માટે હાજર રહેવું પડશે. આ વખતે દોડના માપદંડોમાં ફેરફાર કરીને, આર્મીએ ઉમેદવારો માટે 1.6 કિલોમીટરની દોડ પૂર્ણ કરવા માટે 6 મિનિટ અને 15 સેકન્ડનો સમય નિર્ધારિત કર્યો છે. પ્રદર્શનના આધારે 60, 48, 36 અને 24 ગુણ નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 10 પુલ-અપ્સ માટે 40 ગુણ આપવામાં આવશે, જ્યારે 9-ફૂટની લાંબી કૂદ (long jump) અને ઝિગ-ઝેગ બેલેન્સ ટેસ્ટ માત્ર ક્વોલિફાઇંગ (પાત્રતા) કસોટીઓ જ રહેશે. આ તબક્કાઓ સફળતાપૂર્વક પાર કર્યા પછી જ ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

how to download Indian Army Agniveer Recruitment Result released
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ