બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / દરિયાના પેટાળમાં મળ્યો સોનાનો ભંડાર, જેને નકામો પથ્થર માનતા હતા, તેમાં મળ્યું અદૃશ્ય સોનું

photo-story

6 ફોટો ગેલેરી

શોધ / દરિયાના પેટાળમાં મળ્યો સોનાનો ભંડાર, જેને નકામો પથ્થર માનતા હતા, તેમાં મળ્યું અદૃશ્ય સોનું

Last Updated: 02:18 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જાપાનના ટોક્યોના 360 કિમી દૂર સમુદ્રમાં 700 મીટરની ઊંડાઈએ વૈજ્ઞાનિકોએ “ફૂલ ગોલ્ડ ” (પાયરાઇટ)ની અંદર અસલી સોનું શોધી કાઢ્યું છે. આ અદ્ભુત શોધ ભૂસ્તરશાસ્ત્રીઓને આશ્ચર્યમાં મૂકી દીધી છે અને ભવિષ્યમાં સોનાની શોધની પદ્ધતિઓને સંપૂર્ણપણે બદલી શકે તેમ છે.

1/6

photoStories-logo

1. ફૂલ ગોલ્ડ

વૈજ્ઞાનિકોએ એક એવો અદ્ભુત ખજાનો શોધી કાઢ્યો છે જે નરી આંખે દેખાતો પણ નથી. જાપાનની રાજધાની ટોક્યોના 360કિલોમીટર દૂર સમુદ્રની અંદર 700 મીટરની ઊંડાઈએ “ફૂલ ગોલ્ડ ” (પાયરાઇટ)ની અંદર વાસ્તવિક સોનું મળી આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ભૂસ્તરશાસ્ત્રીઓ આશ્ચર્યમાં

આ શોધે ભૂસ્તરશાસ્ત્રીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે અને ભવિષ્યમાં સોનાની શોધની પદ્ધતિઓને બદલી શકે તેમ છે. આ અભ્યાસ હિગાશી-આઓગાશિમા કાલ્ડેરા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. આ જગ્યાએ સમુદ્રતળ પર જ્વાળામુખી એક્ટીવીટી છે. વૈજ્ઞાનિકોએ રોબોટિક સબમરીનની મદદથી ખડકોના નમૂના ભેગા એકત્ર કર્યા અને તેનું વિગતવાર પરીક્ષણ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. શું છે ફૂલ ગોલ્ડ?

પાયરાઇટ એ આયર્ન સલ્ફાઇડ આધારિત ખનિજ છે. તેનો પીળો રંગ અને ચમક અસલી સોના જેવી હોય છે, જેના કારણે તેને “ફૂલ સોનું” કહેવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેને સોનું સમજીને ભૂલ કરે છે, પરંતુ આ વખતે તેની અંદર સાચું સોનું છુપાયેલું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 1.9 ટકા સુધી સોનું મળી આવ્યું

.વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં આ ખડકોના નમૂનાઓનું અત્યાધુનિક તકનીકથી વિશ્લેષણ કર્યું. તેમાં વજન પ્રમાણે 1.9 ટકા સુધી સોનું મળી આવ્યું, જે અત્યંત ઊંચું પ્રમાણ છે. આ સોનું સામાન્ય રીતે ખાણોમાં મળતા સોના જેવું નથી. તે પાયરાઇટના સ્ફટિકોના પરમાણુ સ્તરે વણાયેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ શોધ કેવી રીતે થઈ?

જ્વાળામુખીની નજીકના હાઇડ્રોથર્મલ વિસ્તારોમાં ગરમ ખનિજયુક્ત પ્રવાહી સતત નીકળે છે. જેમાં આર્સેનિક, તાંબુ અને સીસા જેવા તત્વો પાયરાઇટની રચનામાં ફેરફાર કરે છે, જેના કારણે સોનાના અણુઓ સ્ફટિકમાં સ્થાન મેળવી શકે છે. આર્સેનિક જેટલું વધારે સોનાની માત્રા પણ એટલી જ વધારે છે. આ સંશોધનમાં જાણવા મળ્યું કે બધા ખડકોમાં સમાન માત્રામાં સોનું નથી. જેમાં સેન્ટ્રલ કોન વિસ્તારમાં સૌથી વધુ સાંદ્રતા જોવા મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ શોધનું મહત્વ

આ સંશોધન અગાઉની અનેક માન્યતાઓને પલટાવી નાખે છે. તે દર્શાવે છે કે અત્યાધુનિક સૂક્ષ્મ વિશ્લેષણથી અવોઇડ કરવામાં આવેલા ખડકોમાં પણ મોટા પ્રમાણમાં સોનું હોઈ શકે છે. ભવિષ્યમાં આ ટેકનીકનો ઉપયોગ કરીને વિશ્વભરમાં નવી સોનાની ખાણો શોધવાનું સરળ બની શકે છે.આ અદ્ભુત શોધ સમુદ્રી તળના અજાણ્યા ખજાનાની નવી બારીઓ ખોલી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

full gold pyrite Scientists
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ