બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 08:17 AM, 16 July 2026
1/8
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, ગોવા, ઝારખંડ, સિક્કિમ, આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મેઘાલય, મણિપુર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, છત્તીગઢ પ્રદેશમાં વરસાદની શક્યતા છે.
2/8
ભારતીય હવામાન વિભાગે તેના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે, ઉત્તર- પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના કિનારા પર લો-પ્રેશર ક્ષેત્ર સર્જાવાને કારણે આગામી સાત દિવસો દરમિયાન પૂર્વ અને ઈશાન ભારત, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વ્યાપક વરસાદની ગતિવિધિ વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે, જેનાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
3/8
ઓડિશાના છૂટાછવાયા વિસ્તારો માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યાં 16 અને 17 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 16 થી 18 જુલાઈ દરમિયાન પૂર્વ ભારતના ઓડિશા, ગાંગેય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વ્યાપક વરસાદની અપેક્ષા છે.
4/8
બિહારમાં 16 થી 20 જુલાઈ દરમિયાન ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 16 થી 18 જુલાઈ અને 21જુલાઈએ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ગંગાના મેદાની વિસ્તારોમાં 16 જુલાઈ તથા 17 થી 19 જુલાઈ દરમિયાન આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. હરિયાણા, દિલ્હી, પંજાબ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ભેજવાળું વાતાવરણ અને ગરમ રાતની સ્થિતિ યથાવત રહેશે.
5/8
6/8
16 થી 21 જુલાઈ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદ,ીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 19 થી 21 જુલાઈ દરમિયાન ગાજવીજ અને ભારે પવન (40–60 કિમી/કલાકની ઝડપે) સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે; આ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થશે.
7/8
છત્તીસગઢ (મધ્ય ભારત)માં 16 થી 21 જુલાઈ દરમિયાન અને પૂર્વીય મધ્ય પ્રદેશમાં 20 -21 જુલાઈના રોજ વ્યાપક વરસાદની શક્યતા છે. 16 જુલાઈના રોજ છત્તીસગઢમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. વિદર્ભ અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે.પશ્ચિમ ભારતમાં, કોંકણ અને ગોવામાં 16 થી 21 જુલાઈ દરમિયાન વ્યાપક વરસાદ ચાલુ રહેશે, જ્યારે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
8/8
બંગાળની ખાડીના વાયવ્ય ભાગ અને તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર સર્જાયેલા લો-પ્રેશર વિસ્તારની અસરને કારણે, આગામી 7 દિવસ દરમિયાન પૂર્વ અને ઈશાન ભારત, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 15 જુલાઈ 2026 ના રોજ ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ અને ત્યારબાદ 16 તથા 17 જુલાઈ 2026 ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ