બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ, પહિન્દ વિધિ બાદ ભગવાનના રથો મંદિરથી પ્રસ્થાન

Rathyatra 2026 / અમદાવાદની 149મી ભગવાન જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ, પહિન્દ વિધિ બાદ ભગવાનના રથો મંદિરથી પ્રસ્થાન

Nidhi Panchal

Last Updated: 07:40 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. પહિન્દ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાના રથો મંદિરથી ભક્તોના જયઘોષ વચ્ચે પ્રસ્થાન કરી નીકળ્યા.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિર ખાતે ઉમટી પડ્યું હતું. મંદિર પરિસર ભક્તોના જયઘોષ અને હરિધૂનથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મંદિર તરફ ભક્તોની સતત અવરજવર રહી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો.

Rathyatra 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિન્દ વિધિ સંપન્ન

રથયાત્રાના પ્રારંભ પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિન્દ વિધિ સંપન્ન કરી હતી. વર્ષોથી ચાલી આવતી આ પવિત્ર પરંપરા મુજબ ભગવાનના રથોની પહિન્દ વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથો મંદિરથી ભવ્ય રીતે પ્રસ્થાન કરી નીકળ્યા છે. ભગવાનના રથો આગળ વધતા જ ભક્તોએ જય રણછોડ, જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી

બીજી તરફ મોસાળમાંથી પણ રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી. મોસાળમાંથી પ્રસાદથી ભરેલા ટ્રકો રથયાત્રામાં જોડાયા હતા. ભક્તો માટે મગ, જાંબુ અને ચોકલેટનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો.

ખાસ કરીને બાળકો માટે રમકડાં અને ચોકલેટના પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી નાના ભક્તો પણ આ પવિત્ર પ્રસંગનો આનંદ માણી શકે. રથયાત્રા માર્ગ પર વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણની તૈયારીઓ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રથયાત્રાની પળેપળની અપડેટ, નગરચર્યાએ નીકળ્યા નાથ

મુખ્ય ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

રથયાત્રાના પ્રારંભને ધ્યાનમાં રાખીને સુરક્ષાની દૃષ્ટિએ મંદિરના મુખ્ય ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિર તરફ જતાં સમગ્ર રોડને કોરિડોરમાં ફેરવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. મંદિરની મુખ્ય રોડને સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી, જેથી ભગવાનના રથો સરળતાથી પસાર થઈ શકે અને લાખો ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરથી ભવ્ય રીતે પ્રસ્થાન કરી ચૂકી છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોના જયઘોષ, પરંપરાગત ધાર્મિક વિધિઓ, મોસાળમાંથી આવેલા પ્રસાદ અને કડક પોલીસ સુરક્ષા વચ્ચે અમદાવાદની ઐતિહાસિક 149મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. સમગ્ર શહેર આજે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સવના રંગમાં રંગાઈ ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagannath Temple Rathyatra Started Ahmedabad Rathyatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ