બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવે ડોલરના મુકાબલે વધશે રૂપિયાની તાકાત, RBI ચલાવશે જોરદાર માસ્ટરસ્ટ્રોક!

બિઝનેસ / હવે ડોલરના મુકાબલે વધશે રૂપિયાની તાકાત, RBI ચલાવશે જોરદાર માસ્ટરસ્ટ્રોક!

Published By: Pravin Joshi

Last Updated: 06:04 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના રિપોર્ટ અનુસાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સમયસરના પગલાંથી ભારતનું બેલેન્સ ઓફ પેમેન્ટ્સ નાણાકીય વર્ષ 2027 સુધીમાં $50 બિલિયનના સરપ્લસમાં રહેવાની શક્યતા છે.

ભારતીય અર્થતંત્ર માટે એક અત્યંત સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિસર્ચના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં ભારતનું 'બેલેન્સ ઓફ પેમેન્ટ્સ' $50 બિલિયનના શાનદાર સરપ્લસમાં રહેવાની ધારણા છે. સરપ્લસનો અર્થ એ થાય છે કે દેશમાંથી બહાર જતી રકમની સરખામણીએ વિદેશી નાણું ભારતમાં વધુ પ્રમાણમાં આવી રહ્યું છે. આના પરિણામે દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) જીડીપી (GDP) ના માત્ર 1% સુધી સીમિત રહેશે, જે દેશના આર્થિક સ્વાસ્થ્યને મજબૂત કરી મોંઘવારીને અંકુશમાં રાખવામાં મદદ કરશે.

Indian Rupee

RBI ની ફરેજી યોજના રંગ લાવી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા વિદેશી મુદ્રા એકત્ર કરવા માટે શરૂ કરવામાં આવેલી FCNR(B) ડિપોઝિટ સ્કીમ સંપૂર્ણપણે સફળ રહી છે. આ યોજના દ્વારા અત્યાર સુધીમાં $57 બિલિયનની વિદેશી મુદ્રા ભારતમાં આવી ચૂકી છે. રિપોર્ટ મુજબ, ઓગસ્ટના બાકીના દિવસોમાં વધુ $25 બિલિયન થી $30 બિલિયન નું રોકાણ આવી શકે છે, જેથી કુલ કલેક્શન $85 billion સુધી પહોંચવાનો અંદાજ છે. RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ પણ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પ્રોત્યક્ષ વિદેશી રોકાણ (FDI) અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI) નો પ્રવાહ ખૂબ જ મજબૂત છે.

RBI-simple-3

મેનેજમેન્ટ ખર્ચ નહિવત

વિદેશી નાણાંના મેનેજમેન્ટ ખર્ચ અંગેની ચિંતાઓને ફગાવતા SBI રિસર્ચે જણાવ્યું છે કે 5-વર્ષનો કુલ હેજિંગ ખર્ચ અંદાજે $10.5 બિલિયન થશે, જે ભારતના $700 બિલિયનના વિશાળ વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) ના માત્ર 1.45% જેટલો જ છે.

RBI Rupee

રૂપિયા અને વિદેશી મુદ્રા પર અસર

FCNR(B) ઉપાયો બાદ ડોલર સામે રૂપિયામાં 0.1% ની મજબૂતી આવી છે. SBI રિસર્ચના અંદાજ મુજબ, ઓગસ્ટના અંત સુધીમાં એક ડોલર સામે રૂપિયો 95 થી 95.5 ના સ્તરે આવી શકે છે. રૂપિયો સ્થિર થવાથી આયાતી વસ્તુઓ સસ્તી થશે જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળશે.

આ પણ વાંચોઃ પૂરપાટ પિકઅપ ડમ્પર સાથે અથડાતા ઘટનાસ્થળે જ 8 લોકોના કમકમાટીભર્યા મો*ત, 26 ઘાયલ

ગ્લોબલ રિસ્ક સામે રક્ષણ મેળવવા માટે RBI એ પોતાના ખજાનામાં સોનાનું રોકાણ પણ વધાર્યું છે. વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો FY26 માં 16.7% ના રેકોર્ડ સ્તરે હતો, જે 7 ઓગસ્ટ સુધીમાં 15.38% પર જળવાઈ રહ્યો છે, જે વૈશ્વિક તેલ સંકટ અને વધતા વ્યાજદરો વચ્ચે સુરક્ષા કવચ તરીકે કામ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI IndianEconomy RupeeVsDollar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ