બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના ગોતામાં પત્નીને ગિફ્ટમાં આપવા પતિએ ચોરી 2 લાખની મોંઘી ઘડિયાળ, CCTVથી ઝડપાયો

ક્રાઈમ / અમદાવાદના ગોતામાં પત્નીને ગિફ્ટમાં આપવા પતિએ ચોરી 2 લાખની મોંઘી ઘડિયાળ, CCTVથી ઝડપાયો

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 06:17 PM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 2 લાખની મોંઘી ઘડિયાળ ચોરી કરવાના આરોપસર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના ગોતા વિસ્તારમાં ઘડિયાળ ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પત્નીને મોંઘી ઘડિયાળ ગિફ્ટ આપવાની ઇચ્છા હતી, પરંતુ ઘડિયાળ ખરીદવાના બદલે આરોપીએ શોરૂમમાંથી જ 2 લાખથી વધુ કિંમતની ઘડિયાળ ચોરી કરી લીધી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ફરિયાદ બાદ સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

લાગ જોઈને ઘડિયાળ ચોરીને રફૂચક્કર

ગોતામાં વંદે માતરમ્ પાસે આવેલા બળવંત પંચાલના ઘડિયાળના શોરૂમમાં અગાઉ ટેકનિશિયન તરીકે કામ કરી ચૂકેલો પ્રદીપ નાયક શો રૂમના માલિકને મળવાના બહાને શોરૂમમાં આવ્યો હતો. જોકે માલિક હાજર ન હોવાથી આરોપીએ પત્ની માટે ઘડિયાળ લેવાની વાત કરી અને અલગ-અલગ ઘડિયાળો જોવા લાગ્યો. ઘડિયાળ જોવાના બહાને શોરૂમમાં આંટાફેરા મારતો પ્રદીપ તકની રાહ જોઈ રહ્યો હતો. સ્ટાફની નજર ચૂકતા જ તેણે Titan કંપનીની Nebula મોડલની લેડીઝ ઘડિયાળ હાથમાં લીધી અને નજર બચાવીને ઘડિયાળ ચોરી કરીને શોરૂમમાંથી બહાર નીકળી ગયો હતો. આ ઘડિયાળની કિંમત 2 લાખ 2 હજાર રૂપિયાની હતી. ઘડિયાળ ગાયબ હોવાનું ધ્યાનમાં આવતા શોરૂમ સંચાલકે CCTV ચેક કરતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો. સોલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

CCTVને આધારે ઘડિયાળ ચોર ઝડપાયો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પ્રદીપ નાયક ઘડિયાળ રિપેરિંગનું કામ કરે છે અને અગાઉ શોરૂમમાં ટેકનિશિયન તરીકે કામ કરી ચૂક્યો હતો. પ્રદીપે પત્નીને ગિફ્ટ આપવા માટે મોંઘી ઘડિયાળ ચોરી કરી હોવાનું ખુલ્યું છે. આરોપીને પત્નીને ગિફ્ટ આપવાની ઇચ્છા હતી પરંતુ આર્થિક સંકડામણના કારણે પૈસા નહતા જેથી 2 લાખથી વધુની ઘડિયાળ ખરીદવાના બદલે શોરૂમમાંથી જ ચોરી કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. જોકે આરોપીની ચાલાકી CCTV સામે નિષ્ફળ ગઈ અને અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હાલ સોલા પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ પત્નીને ગિફ્ટ આપવા માટે જ કિંમતી ઘડિયાળ ચોરી કરી હતી કે અગાઉ પણ ચોરીના ગુનાઓ આચર્યા છે તે તમામ મુદ્દે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Crime News Crime News Ahmedabad News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ