ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં નંબર પ્લેટ વિનાની કારમાં ઇંધણ પૂરી દેતા કર્મચારી-કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ
Last Updated: 11:41 AM, 20 August 2026
ADVERTISEMENT
રાજકોટમાં ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ના જાહેરનામાના ભંગનો મામલો સામે આવ્યો છે. ઢેબર રોડ પર આવેલા એક પેટ્રોલ પંપ ખાતે નંબર પ્લેટ વગરની કારમાં ઈંધણ પૂરવામાં આવતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ADVERTISEMENT
આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પેટ્રોલ પંપના કર્મચારી પંકજસિંહ તથા કાર ચાલક જયભાણ ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બંને સામે BNSSની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં
પોલીસના જણાવ્યા મુજબ, જાહેરનામા મુજબ નંબર પ્લેટ વગરના વાહનમાં ઈંધણ ન આપવાની જોગવાઈ હોવા છતાં કારમાં પેટ્રોલ ભરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસના ધ્યાને મામલો આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લોકમેળા માટે રાજકોટ મનપાએ રેસકોર્ષ ગ્રાઉન્ડનું ભાડું માંગતા વિવાદ, આંકડો લાખોમાં
અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ADVERTISEMENT
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંનેની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેરનામાનો ભંગ કરનાર અન્ય પેટ્રોલ પંપો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પોલીસની તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.