બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વોશિંગ્ટનમાં CM ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંક સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરી, ગુજરાતનું વિઝન રજૂ કર્યું
Last Updated: 09:30 PM, 20 August 2026
વોશિંગ્ટન ડી.સી. ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના આર્થિક વિકાસ, નાણાકીય વ્યવસ્થાપન, GIFT City અને સરકારી સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ગુજરાતનું વિઝન રજૂ કર્યું
વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ સાથે રાઉન્ડ ટેબલની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનું વિઝન રજૂ કર્યું હતું જેમાં ગુજરાતના આર્થિક વિકાસ, નાણાકીય શિસ્ત સહિતના બીજા મુદ્દાઓ સામેલ હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : મહીસાગરમાં સરપંચના ગોટાળા, બે અલગ અલગ જાતિના પ્રમાણપત્રો, હવે એક રદ કરવાનો આદેશ
વોલમાર્ટના વાઈસ પ્રેસિડેન્ટ સાથે પણ મુલાકાત
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલે વોશિંગટનમાં વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત ડેન બ્રાયન્ટ સાથે ફળદાયી વન-ટુ-વન બેઠક યોજી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતના વિશાળ MSME સેક્ટર અને નાના કારીગરોને વૈશ્વિક સ્તરે નવી તકો પૂરી પાડવા તથા ગુણવત્તા સુધારણા અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.