બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વિદ્યાર્થીઓ આનંદો! ઘેર બેઠા જ મળી જશે પાઠ્યપુસ્તકો, ડિલિવરી ચાર્જ પણ નહીં, છાપેલી કિંમતે મળશે

નિર્ણય / વિદ્યાર્થીઓ આનંદો! ઘેર બેઠા જ મળી જશે પાઠ્યપુસ્તકો, ડિલિવરી ચાર્જ પણ નહીં, છાપેલી કિંમતે મળશે

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 10:33 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કૂલના ભણતા વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે.

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ખાનગી શાળાના વિદ્યાર્થીઓના હિતમાં તેમજ વાલીઓની સરળતા માટે વિદ્યાર્થીલક્ષી પહેલ કરવામાં આવી છે. પાઠ્યપુસ્તકો વધુ સરળતાથી, પારદર્શક રીતે અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુથી શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે પાઠ્યપુસ્તક મંડળ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન સાથે ઐતિહાસિક સમજૂતી કરાર-MoU થયા હતા.

એમેઝોન પરથી પાઠ્યપુસ્તકો ઓર્ડર કરી શકશે

‘ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધી’ના ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થીઓને ભૌતિક પાઠ્યપુસ્તકો કોઈપણ પ્રકારની હાલાકી વિના પોતાના ઘરઆંગણે જ મળી રહે તેવા આશયથી મંડળે એમેઝોન સાથે આ મહત્વપૂર્ણ કરાર કર્યા છે. આ નવીન પહેલના પરિણામે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જરૂરિયાત મુજબ એમેઝોન પ્લેટફોર્મ પરથી સંબંધિત ધોરણના પાઠ્યપુસ્તકો સરળતાથી ઓનલાઇન ઓર્ડર કરી શકશે.

શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ શું કહ્યું?

શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ રાજ્ય સરકારની પહેલને ઐતિહાસિક ગણાવી જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં ગુજરાત સરકારે ‘ઈઝ ઓફ એજ્યુકેશન’ની દિશામાં એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. આ કરાર હેઠળ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રસિદ્ધ તમામ માધ્યમ અને ધોરણોના પાઠ્યપુસ્તકો એમેઝોન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.

વધુ વાંચો : મુસાફરોને રાહત! રક્ષાબંધનના તહેવાર પર 6500 વધારાની બસો દોડાવાશે, GSRTCનો નિર્ણય

ડિલિવરી ચાર્જ વગર છાપેલી કિંમતે ઘરે બેઠા મળશે પુસ્તકો

ડો. પ્રદ્યુમન વાજાએ કહ્યું કે વિદ્યાર્થીઓ કે વાલીઓ પાસેથી કોઈપણ પ્રકારનો ડિલિવરી ચાર્જ લીધા વિના માત્ર પુસ્તક પર છાપેલી નિયત કિંમતે જ ઘરે બેઠા પુસ્તકો પહોંચાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તકો ઉપરાંત, જે વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવાની જરૂરિયાત હોય તેઓ હવે બુક સ્ટોર પર ગયા વગર સીધા ઓનલાઇન ઓર્ડર કરી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat news update Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ