બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં લગ્નના હોલ બુકિંગ માટે કંકોત્રી આપવાનો નિયમ હટાવાયો, હવે આ રીતે થઈ શકશે બુક

નિર્ણય / અમદાવાદમાં લગ્નના હોલ બુકિંગ માટે કંકોત્રી આપવાનો નિયમ હટાવાયો, હવે આ રીતે થઈ શકશે બુક

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 08:08 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં લગ્ન પ્રસંગ માટે હોલ બુકિંગને લઈને કંકોત્રી આપવાનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોલના લગ્ન પ્રસંગ માટે હોલ બુકિંગને લઈને કંકોત્રી આપવાનો જે નિયમ હતો તેને હટાવાયો છે. હવે નાગરિકો આધાર કાર્ડ દ્વારા જ લગ્ન માટે હોલ બુકિંગ કરાવી શકાશે.

હોલ નક્કી થયા વગર લગ્નની કંકોત્રી કેવી રીતે બની શકે?

અત્યાર સુધી જ્યારે વ્યક્તિ લગ્ન માટે હોલ બુક કરાવવા જાય ત્યારે તેની પાસે આધાર કાર્ડ સાથે લગ્નની કંકોત્રી માંગવામાં આવતી હતી લગ્નની કંકોત્રી હોલ નક્કી થયા વગર કઈ રીતે બની શકે?તેવી સામાન્ય બુદ્ધિ પણ એએમસીના અધિકારીઓ પાસે ન હોવાને કારણે લોકોને હોલ બુકિંગ માટે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીએ સુધારો કર્યો

આ બાબતની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવતા આ બાબત સામે આવી હતી. અત્યાર સુધી આ નિયમને કારણે અનેક લોકો હેરાન થયા અને તંત્રની હવે આંખ ઉઘડી છે ત્યારે હવે કંકોત્રી નહીં માંગવાનો નિર્ણય કરાયો છે.

વધુ વાંચો : મહીસાગરમાં સરપંચના ગોટાળા, બે અલગ અલગ જાતિના પ્રમાણપત્રો, હવે એક રદ કરવાનો આદેશ

હોલના મુખ્ય પ્રવેશદ્વાર પર લાગશે પેકેજના ભાવ

નવી પોલીસીમાં ખાનગી પાર્ટી પ્લોટની જેમ ચોક્કસ પેકેજ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેમાં A, B અને C એમ 3 કેટેગરીના પેકેજ નિયત કરાશે અને નિર્ધારિત રકમ કરતાં એક પણ રૂપિયો વધારે વસૂલી શકાશે નહીં. કોન્ટ્રાક્ટરો દ્વારા વધારે ભાડું ન લેવાય તે માટે હોલના મુખ્ય પ્રવેશદ્વાર પર જ મોટા બોર્ડ લગાવીને પેકેજના ભાવ અને ફરિયાદ માટેનો હેલ્પલાઇન નંબર પ્રદર્શિત કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad news Ahmedabad booking halls

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ