બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:54 PM, 20 August 2026
1/6
ભારતીય ઘરોમાં તુલસીનો છોડ માત્ર એક વનસ્પતિ નથી પણ તે ભક્તિ અને શુભતાનું જીવંત પ્રતીક છે. માન્યતા છે કે ઘરમાં તુલસી હરિયાળી અને તંદુરસ્ત રહે તો વાતાવરણમાં સકારાત્મક ઊર્જા વહે છે અને સુખ-સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. વાસ્તુ અને ધાર્મિક પરંપરાઓમાં તુલસીને લગતા અમુક મહત્વના નિયમો છે. જેમાં ક્યારે લગાવવી, કઈ દિશામાં મૂકવી અને પાંદડા ક્યારે તોડવા. જો તમે નવી તુલસી લગાવવાનું વિચારી રહ્યા છો તો આ વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
2/6
વાસ્તુ મુજબ ગુરુવાર અને શુક્રવાર તુલસીનું નવું છોડ લગાવવા માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. જેમાં ગુરુવાર ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો છે, જ્યારે શુક્રવાર લક્ષ્મી માતાને સમર્પિત છે. આથી આ બંને દિવસે તુલસી રોપવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી માન્યતા છે. જેમાં કાર્તિક માસને પણ તુલસી માટે ખાસ શુભ ગણવામાં આવે છે. આ મહિનામાં છોડ લગાવવું કે તુલસી વિવાહ કરવાથી ઘરમાં શુભતા વધે છે અને મનોકામનાઓ પૂરી થાય છે એવું માનવામાં આવે છે.
3/6
4/6
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર, પૂર્વ અને ઈશાન (ઉત્તર-પૂર્વ) કોણને તુલસી માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશાઓમાં છોડ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જળવાય છે. જો આંગણું હોય તો ત્યાં મૂકો, ફ્લેટમાં રહેતા હો તો બાલ્કનીમાં પણ રાખી શકાય. મહત્વની વાત એ છે કે છોડને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળે તેવી જગ્યા પસંદ કરો.
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ