બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Atherનું મોટું એલાન, આર્મી કેન્ટીનમાં મળશે સ્કૂટર, જાણો કેટલા ડિસ્કાઉન્ટ પર મળશે?

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / Atherનું મોટું એલાન, આર્મી કેન્ટીનમાં મળશે સ્કૂટર, જાણો કેટલા ડિસ્કાઉન્ટ પર મળશે?

Last Updated: 05:18 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એથર એનર્જીએ કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ સાથે ભાગીદારી કરીને ભારતીય સશસ્ત્ર દળો માટે તેમના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ઉપલબ્ધ કરાવવાની મોટી જાહેરાત કરી છે.

1/5

photoStories-logo

1. Atherનું મોટું એલાન, આર્મી કેન્ટીનમાં મળશે સ્કૂટર, જાણો કેટલા ડિસ્કાઉન્ટ પર મળશે?

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની એથર એનર્જીએ દેશના સશસ્ત્ર દળો માટે એક મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. કંપનીએ સીડીએસ પોર્ટલ સાથે કરાર કર્યો છે, જેના અંતર્ગત આર્મી પર્સનલ આર્મી કેન્ટીન દ્વારા સરળતાથી એથરના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ ખરીદી શકશે. કંપની અનુસાર સપ્ટેમ્બર 2026 થી આ લિસ્ટિંગ સક્રિય થશે અને યોગ્યતા ધરાવતા આર્મી પર્સનલ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પર સ્કૂટર મેળવી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. CSD પર લિસ્ટિંગ અને વિશેષ ફાયદા

એથરના ગ્રાહકોને આર્મી કેન્ટીનમાંથી ખરીદી કરવા પર મળતા નિયમિત GST લાભો ઉપરાંત કંપની તરફથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. એથરની 450 સિરીઝ અને રિઝ્ટા રેન્જના કુલ 8 વેરિઅન્ટ્સ CSD પોર્ટલ પર ઉપલબ્ધ થશે. એથરના ફ્લેગશિપ મોડેલ 'Ather 450 Apex' ને આ CSD લિસ્ટિંગમાં સામેલ કરવામાં આવ્યું નથી. એથર એનર્જી એવી બીજી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની બની છે જેણે પોતાના પ્રોડક્ટ્સ CSD પ્લેટફોર્મ પર લિસ્ટ કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કયા વપરાશકર્તા માટે કયું સ્કૂટર?

કંપનીના લાઇનઅપમાં 450 સિરીઝ મુખ્યત્વે પર્ફોર્મન્સ અને ડેઇલી રાઇડિંગ પર કેન્દ્રિત છે, જ્યારે રિઝ્ટાએ એક કમ્ફર્ટ અને પ્રેક્ટિકાલિટી ધરાવતું પરફેક્ટ ફેમિલી સ્કૂટર છે. હાલ દેશમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચવામાં TVS પ્રથમ સ્થાને છે, જ્યારે બજાજ ચેતક બાદ એથર એનર્જી દેશની ત્રીજી સૌથી મોટી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. Ather લોન્ચ કરી રહ્યું છે નવું સૌથી સસ્તું સ્કૂટર 'Konarc'

ઓગસ્ટના અંતમાં એટલે કે 29 ઓગસ્ટના રોજ એથર એનર્જી તેનું અત્યાર સુધીનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર 'કોણાર્ક' લોન્ચ કરવા જઈ રહી છે. આ સ્કૂટર કંપનીના લેટેસ્ટ 'EL' પ્લેટફોર્મ પર આધારિત હશે અને મલ્ટીપલ બેટરી ઓપ્શન્સ સાથે લોન્ચ થઈ શકે છે. એથરના ઇતિહાસમાં 'Konarc' કંપનીનું પ્રથમ સ્કૂટર હશે જેમાં મેટલ બોડી પેનલ્સ આપવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સંભવિત કિંમત

હાલમાં એથર રિઝ્ટા કંપનીનું સૌથી સસ્તું સ્કૂટર છે જેની કિંમત 1.21 લાખ રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ નવા Konarc સ્કૂટરને કંપની 1 લાખ રૂપિયાની આસપાસની શરૂઆતી કિંમતે લોન્ચ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AtherEnergy CSDCanteen AtherKonarc
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ