બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તહેવાર પહેલાં ગ્રાહકોને લાગશે ઝટકો, Hyundaiની આ કાર થશે મોંઘી, જાણો કેટલા ભાવ વધશે?
6 ફોટો ગેલેરી
Last Updated: 07:01 PM, 20 August 2026
1/6
હ્યુન્ડાઈએ ભારતમાં પોતાની પેસેન્જર કારની કિંમતો સપ્ટેમ્બર 2026થી વધારવાની જાહેરાત કરી છે. કંપનીના સમગ્ર પેસેન્જર વાહન લાઇનઅપમાં આશરે 1% સુધીની વધારો થશે. આ 2026માં હ્યુન્ડાઈની કારની કિંમત વધારવાનો ત્રીજો નિર્ણય છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વધારાનો અસર દરેક મોડલ અને વેરિયન્ટ પર અલગ-અલગ રહેશે.
2/6
આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી 2026માં હ્યુન્ડાઈએ પોતાના સમગ્ર પેસેન્જર વાહન લાઇનઅપની કિંમતોમાં લગભગ 0.6%નો વધારો કર્યો હતો. ત્યારબાદ જૂન 2026માં કેટલાક પસંદગીના મોડલ અને વેરિયન્ટની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલીક કારની કિંમતમાં 12,800 રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. હવે સપ્ટેમ્બરમાં કંપની ફરી એકવાર પોતાની આખી કાર રેન્જની કિંમત વધારવા જઈ રહી છે. આ વખતે વધારો 1% સુધીનો રહેશે.
3/6
4/6
હ્યુન્ડાઈ ઈન્ડિયાએ જણાવ્યું છે કે આ નિર્ણય અમુક મહત્વના કારણોસર લેવામાં આવ્યો છે. જેમાં કાચા માલ અને બીજી જરૂરી સામગ્રીની વધતી કિંમતો, ઓપરેશનલ ખર્ચમાં વધારો તેમજ વૈશ્વિક અને આર્થિક અનિશ્ચિતતાઓ આમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. જેમાં કંપની કહે છે કે તે ખર્ચને નિયંત્રિત કરવા અને વધેલા ભારને પોતે જ શક્ય તેટલો ઝીલવાની કોશિશ કરી રહી છે. પરંતુ ખર્ચનો દબાણ સતત વધી રહ્યો હોવાથી તેનો કેટલોક ભાગ ગ્રાહકો પર પસાર કરવો પડી રહ્યો છે. તેથી સપ્ટેમ્બરથી હ્યુન્ડાઈની કાર ખરીદનારાઓને હાલની કિંમત કરતાં વધુ રકમ ચૂકવવી પડી શકે છે.
5/6
6/6
આ કિંમત વધારો ત્યારે અમલમાં આવશે જ્યારે દેશમાં તહેવારી સીઝન શરૂ થવાની તૈયારીમાં છે. સામાન્ય રીતે તહેવારી સીઝન કાર કંપનીઓ માટે વર્ષનો સૌથી મહત્વનો વેચાણ સમય માનવામાં આવે છે. આ સમયે ગ્રાહકો નવી કાર ખરીદવા વધુ રસ દાખવે છે અને કંપનીઓ પણ વધુ વેચાણની અપેક્ષા રાખે છે. તેથી સપ્ટેમ્બરમાં કિંમત વધ્યા બાદ હ્યુન્ડાઈની બુકિંગ અને વેચાણ પર કેટલો અસર પડે છે તે જોવું રસપ્રદ રહેશે. ગ્રાહકો માટે કિંમત વધારા પહેલાં કાર ખરીદવાનો ઓપ્શન હોઈ શકે છે, પરંતુ તે માટે મોડલ અને વેરિયન્ટની ઉપલબ્ધતા તેમજ ડીલરની હાલની કિંમત ચેક કરી લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ