બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પૈસા નહીં, દૂધ ભેગું કરે છે આ બેન્ક, જૂનાગઢના આ વ્યક્તિએ શ્રદ્ધાના નામે બગાડ થતા દૂધને ગરીબોના પેટ સુધી પહોંચાડ્યું
Last Updated: 07:07 PM, 20 August 2026
આપે બેંકો તો અનેક જોઈ હશે પણ મીલ્ક બેન્ક કદી જોઈછે.. નહીને, તો આ મીલ્ક બેંક જૂનાગઢ ના 74 વર્ષ ના વૃધ્ધ કહો કે યુવાન એવા ઑનલી ઇન્ડિયન ચલાવે છે અને તે મિલ્ક બેન્ક થકી સાચા અર્થ માં માનવ સેવા નું કાર્ય કરી રહ્યા છે, હાલ શ્રાવણ માસ ચાલી રહયો છે ત્યારે શીવ ભક્તો મહાદેવ ની અનેરી સેવા પૂજા કરતા હોય છે અને શીવજી ને દૂધ - પાણી અને બીલ્વપત્ર થી અભીષેક કરીને ધન્યતા અનુભવતા હોઈ છે ત્યારે શિવજી ને ચડવામાં આવતું દૂધ ગટર માં વહી જતું હોઈ છે, ત્યારે જુનાગઢમાં ઓન્લી ઇન્ડિયન તરીકે ઓળખાતા વ્યક્તિ દ્વારા 2012 માં ઓન્લી ઇન્ડિયન તેની મેરેજ એનિવર્સરી નિમિત્તે "ઓહ માય ગોડ" ફિલ્મ નિહાળવા ગયા હતા અને ત્યાં ફિલ્મના એક ભાગ માંથી તેમને આ પ્રેરણા મળી છે અને 2013 થી જ શ્રાવણ માસ નિમિત્તે જુદા જુદા શિવાલયોમાં તેમણે આ મિલ્ક બેંકની શરૂઆત કરી છે.
ADVERTISEMENT

છેલ્લા 13 વર્ષમાં તેમણે સૌથી વધુ મંદિરો માંથી દૂધ એકઠું કર્યું છે આ ચાલુ શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢ શહેરના જુદા જુદા બે મંદિરમાં તેમણે દૂધ એકઠું કરવા માટે કેન રાખ્યા છે દરરોજ સવારે દૂધનું ખાલી કેમ ત્યાં શિવાલયમાં મૂકી દે છે અને બાદમાં બપોરના સમયે દૂધનું કેન માં દૂધ એકટું થઈ જાય છે અને ત્યારબાદ તે એક ડેરીમાં જાય છે અને પોતાની જાતે દૂધ ગરમ કરાવી ટેસ્ટ કરી અને બાદમાં જ ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો અને સગર્ભા મહિલાઓને શ્રાવણના એક માસ સુધી વિતરણ કરે છે.
ADVERTISEMENT

આ ઓન્લી ઇન્ડિયન નામના મહા માનવની જો વાત કરીયે તો તે પહેલા સરકારી નોકરી કરતા હતા, અને નિવૃત થયા પછી તેને પોતાનું ના બદલી નાખ્યું છે અને 2012 થી તે ઓન્લી ઇન્ડિયન તરીકે ઓળખાય છે. અને લોકો હવે તેમની આ કામગીરીને બિરદાવી રહ્યા છે. દર વર્ષની જેમ દરેક મોટા સીવાલયોના ટ્રસ્ટીઓ સાથે સંકલન કરીને તેને સમજાવીને સવારે મંદિરમાં દૂધના ખાલી કેન મૂકી જાય છે, મંદિરમાં આવતા શિવભક્તો પણ ટેવાઈ ગયા છે, તે થોડું દૂધ શિવલિંગ ઉપર ચડાવે છે બાકીનું દૂધ કેનમાં નાખી દ્યે છે,
ADVERTISEMENT
કેન ભરાઈ જતા એક પછી એક મંદીમાંથી સાયકલ દ્વારા આ દૂધના કેન ને સેવાભાવી ડેરીવાળા પાસે લઇ જાય છે જ્યાં બધું દૂધ એકઠું કરીને તેમાં ખાંડ મિક્ષ કરવામાં આવે છે, ઓન્લી ઇન્ડિયન કહે છે દરરોજનું 25 થી 30 લીટર દૂધ એકઠું થાય છે અને મહિને 1,000 લીટર જેટલું દૂધ એકઠું કરવામાં આવે છે.. તેમજ 3,000 થી વધુ ગરીબ બાળકો અને સગર્ભા મહિલાઓને દૂધ પીવડાવીને એક સેવાનું કાર્ય કરી રહ્યા છે જેના કારણે શિવ ભક્તો પણ ઓન્લી ઇન્ડિયન ના કાર્યને બિરદાવી રહ્યા છે..
આ પણ વાંચોઃ ખાંડના ભાવમાં ધરખમ વધારો: 10 દિવસમાં ₹12 પ્રતિ કિલોનો વધારો
ADVERTISEMENT
આમ છેલ્લાં 13 વર્ષથી હજારો લિટર દૂધ એકઠું કરીને શિવમાંથી જીવને આ દૂધ પહોંચાડવાનું કામ ઓન્લી ઇન્ડિયન હજુ પણ યથાવત રાખ્યું છે અને ખરેખર શ્રાવણ માસ નિમિત્તે પુણ્યનું કામ તો આ ઓન્લી ઇન્ડિયન કરી રહ્યા છે અને અનેક લોકો આ કામગીરીમાંથી પ્રેરણા લઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.