બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મુસાફરોને રાહત! રક્ષાબંધનના તહેવાર પર 6500 વધારાની બસો દોડાવાશે, GSRTCનો નિર્ણય
Last Updated: 07:46 PM, 20 August 2026
GSRTC દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મુસાફરોની સુવિધા માટે 6500 વધારાની બસો દોડાવાનો નિર્ણય લીધો છે. GSRTC દ્વારા 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર આ એક્સ્ટ્રા બસોને દોડાવવામાં આવશે. મુસાફરોની માંગ અને ગીચતાના આધારે જરૂરિયાત મુજબના રૂટ પર ત્વરિત વધારાની બસો રવાના કરવામાં આવશે.
ADVERTISEMENT
કયા રુટ પર દોડશે બસો
આ વધારાની બસો અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડીયાદ તથા પાવાગઢ, સુરત, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, વલસાડ સહિતના પ્રવાસન અને તીર્થધામો માટે દોડાવાશે.
ADVERTISEMENT
ગત વર્ષે 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો
ADVERTISEMENT
ગત વર્ષે પણ રક્ષાબંધન પર નિગમ દ્વારા 6402 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવી હતી જેનો 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મુસાફરોની સુવિધા માટે એડવાન્સ બુકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.