બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 22 ઓગસ્ટથી બુધ-કેતુનો પ્રભાવ: આ 3 રાશિઓમાં પૈસાનો પડી શકે છે અભાવ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / 22 ઓગસ્ટથી બુધ-કેતુનો પ્રભાવ: આ 3 રાશિઓમાં પૈસાનો પડી શકે છે અભાવ

Last Updated: 08:53 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

22 થી 29 ઓગસ્ટ સુધી બુધ મઘા નક્ષત્રમાં રહેશે, જેનાથી કન્યા, મકર અને કુંભ રાશિના જાતકોને આર્થિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમયે સાવધાની રાખીને ઉપાયો અપનાવવા જરૂરી છે.

1/5

photoStories-logo

1. બુધ નક્ષત્ર પરિવર્તન

22 ઓગસ્ટે બુધ ગ્રહ રાશિ અને નક્ષત્ર બંનેમાં પરિવર્તન કરશે. આ દિવસે ગ્રહોના રાજકુમાર સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મઘા નક્ષત્રના સ્વામી કેતુ છે. જેથી કેતુના નક્ષત્રમાં બુધ પ્રવેશતાં જ ત્રણ રાશિના જાતકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ નક્ષત્રમાં બુધ 29 ઓગસ્ટ સુધી રહેશે. તેથી જે રાશિઓ પર આ પરિવર્તનનો વિપરીત અસર પડશે, તેમને આશરે એક અઠવાડિયા સુધી વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. ચાલો જાણીએ કઈ રાશિઓને આ અસરનો સામનો કરવો પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કન્યા

બુધ કેતુના નક્ષત્રમાં જતાં કન્યા રાશિના જાતકોને નુકસાન થવાની સંભાવના છે. ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે અને આવકમાં ઘટાડો જોવા મળી શકે છે. રોકાણમાં ખોટા નિર્ણયો, કામકાજમાં મૂંઝવણ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કેતુના પ્રભાવને કારણે ઝડપી અને ખોટા આર્થિક નિર્ણયો લેવાની શક્યતા વધે છે. ઉપાય તરીકે રોજ સવારે સ્નાન પછી ગણેશજીની પૂજા કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મકર

મઘા નક્ષત્રમાં બુધના પ્રવેશ બાદ મકર રાશિના લોકોએ પણ સાવધાની રાખવી જોઈએ. જેમાં અચાનક ઘટનાઓ, અડચણો, છુપા મામલા અને અનિશ્ચિત આર્થિક પરિસ્થિતિઓ તમને પરેશાન કરી શકે છે. અચાનક ખર્ચ વધી શકે છે કે બજેટ ખોરવાઈ શકે છે. નોકરી કે વ્યવસાયમાં અચાનક ફેરફારો પસંદ નહીં આવે. આ અઠવાડિયે કોઈ પણ નાનું-મોટું રોકાણ કરવાનું ટાળો, નહીંતર નુકસાન થઈ શકે છે. ઉપાય તરીકે બુધવારે ગણેશજીને દૂર્વા અર્પણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કુંભ

બુધ કેતુના નક્ષત્રમાં જતાં કોમ્યુનીકેશન અંતર, ગેરસમજ અને પાર્ટનરશીપમાં મૂંઝવણ વધી શકે છે. વ્યવસાય કરનારાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ કામ વિચારી-સમજીને જ કરો. વિના વાંચ્યે કોઈ ડોક્યુમેન્ટ પર સહી ન કરો. કોર્ટ-કચેરીના મામલામાં પણ મુશ્કેલી આવી શકે છે. તેથી આ સમયે મોટી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખો. દાંપત્ય જીવનમાં પણ નાની વાતને લઈને ગેરસમજ ઊભી થઈ શકે છે. ઉપાય તરીકે ગંગાજળમાં લીલી મગ મિક્સ કરીને ગણેશજીનું અભિષેક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ketu Mercury Magha Nakshatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ