બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રક્ષાબંધન 2026: માત્ર 3 કલાક 51 મિનિટનું શુભ મુહૂર્ત, જાણો સંપૂર્ણ વિગત

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / રક્ષાબંધન 2026: માત્ર 3 કલાક 51 મિનિટનું શુભ મુહૂર્ત, જાણો સંપૂર્ણ વિગત

Last Updated: 09:11 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026ના રોજ આવશે અને તેના માટે સવારે 5:57થી 9:48 સુધીનો 3 કલાક 51 મિનિટનો સમય શુભ છે. આ જ દિવસે ચંદ્રગ્રહણ પણ લાગશે તેથી મુહૂર્ત અને રાહુકાળનું ધ્યાન રાખવું જરૂરી છે.

1/7

photoStories-logo

1. રક્ષાબંધન

રક્ષાબંધન ભાઈ-બહેનના અટૂટ પ્રેમ અને સ્નેહનો પવિત્ર તહેવાર મનાય છે. આ દિવસે બહેનો ભાઈની કલાઈ પર રાખડી બાંધીને તેમના સુખ-સમૃદ્ધિ અને લાંબી આયુષ્યની કામના કરે છે. આ વખતે રક્ષાબંધન ખાસ રહેશ. કેમ કે આ જ દિવસે ચંદ્રગ્રહણ પણ લાગશે. તેથી રાખડી બાંધતા પહેલાં શુભ મુહૂર્ત, રાહુકાળ અને ગ્રહણના સમયની માહિતી જાણી લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 28 ઓગસ્ટે આવશે રક્ષાબંધન

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ 2026 શુક્રવારે મનાવાશે. પંચાંગ મુજબ શ્રાવણ પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટે સવારે 9:08 વાગ્યે શરૂ થઈને 28 ઓગસ્ટે સવારે 9:48 વાગ્યે પૂરી થશે. ઉદય તિથિના આધારે રક્ષાબંધન 28 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

રક્ષાબંધનના દિવસે ભાઈની કલાઈ પર રાખડી બાંધવા માટે સવારે 5:57થી 9:48 સુધીનો સમય શુભ માનવામાં આવે છે. એટલે કે બહેનોને કુલ 3 કલાક 51 મિનિટનો શુભ સમય મળશે. આ સમયમાં પોતાની સુવિધા મુજબ સમય પસંદ કરીને રાખડી બાંધી શકાય છે. રાખડી બાંધતી વખતે પહેલા ભાઈને તિલક લગાવો, પછી આરતી ઉતારો, ત્યારબાદ કલાઈ પર રક્ષાસૂત્ર બાંધો. છેલ્લે મીઠાઈ ખવડાવીને સુખ-સમૃદ્ધિ અને લાંબી આયુષ્યની કામના કરો. યાદ રાખો કે શુભ મુહૂર્તની ગણતરી શહેર મુજબ થોડી આગળ-પાછળ હોઈ શકે છે તેથી સ્થાનિક પંચાંગને પ્રાયોરીટી આપવી વધુ સારું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રાહુકાળનું પણ રાખો ધ્યાન

રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતી વખતે રાહુકાળનું ધ્યાન રાખવું જરૂરી માનવામાં આવે છે. જેમાં ધાર્મિક માન્યતા મુજબ રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. તેથી બહેનો સવારના શુભ મુહૂર્તમાં જ રાખડી બાંધે તો રાહુકાળની અસરથી બચી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ

આ વર્ષે રક્ષાબંધનના જ દિવસે ચંદ્રગ્રહણ પણ લાગશે. જેમાં ગ્રહણ 28 ઓગસ્ટે થશે. જોકે ગ્રહણની દૃશ્યતા દરેક સ્થાને એકસરખી નહીં હોય. ધાર્મિક માન્યતા અનુસાર જ્યાં ગ્રહણ દેખાય ત્યાં સૂતકકાળ અને બીજા નિયમોનું પાલન કરવામાં આવે છે. તેથી પોતાના શહેરમાં ગ્રહણની વિઝીબીલીટી જરૂર ચેક કરી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રાખડી બાંધતી વખતે આ વાતો યાદ રાખો

રાખડી બાંધતા પહેલાં પૂજાની થાળીમાં રોળી, અક્ષત, દીવો, મીઠાઈ અને રાખડી રાખો. ભાઈને તિલક લગાવ્યા બાદ આરતી કરો. બાદમાં જમણી કલાઈ પર રાખડી બાંધો અને મીઠાઈ ખવડાવો. ભાઈ પણ બહેનને ભેટ આપીને તેમની રક્ષા અને સુખ-સમૃદ્ધિનો સંકલ્પ લે છે. માન્યતા છે કે શુભ મુહૂર્તમાં વિધિ-વિધાનથી રાખડી બાંધવાથી ભાઈ-બહેનના સંબંધમાં પ્રેમ જળવાઈ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

auspicious lunar eclipse Raksha Bandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ