બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 24 ઓગસ્ટથી નવો સિમ નિયમ: એક નામે મેક્સિમમ 9 નંબર, ફોટોથી થશે વેરીફીકેશન

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / 24 ઓગસ્ટથી નવો સિમ નિયમ: એક નામે મેક્સિમમ 9 નંબર, ફોટોથી થશે વેરીફીકેશન

Last Updated: 08:38 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

24 ઓગસ્ટથી એક વ્યક્તિના નામે વધુમાં વધુ 9 સિમની મર્યાદા લાગુ થશે અને ફોટો વેરિફિકેશનથી ચકાસણી થશે. જેમાં નવું સિમ લેવા પહેલાં પોતાના નામે કેટલા નંબર છે તે વેરીફાઈ કરી લેવું જરૂરી છે.

1/6

photoStories-logo

1. સીમ લીમીટ

કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગ (DoT)એ મોબાઇલ કનેક્શનને લઈને નવી કડક ગાઈડલાઈન જાહેર કરી છે. 24 ઓગસ્ટ 2026થી ટેલિકોમ કંપનીઓને એવા લોકોને નવું સિમ કાર્ડ આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે જેમના નામ પર પહેલેથી નક્કી કરેલી મર્યાદા સુધીના નંબર હોય. આ નિયમ કોઈ એક કંપની પૂરતો મર્યાદિત નથી. તમારા પાસે જીઓ, એરટેલ, વાય અથવા BSNLના અલગ-અલગ નંબર હોય તો પણ કુલ સંખ્યા ગણવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. નવું સિમ લેતા પહેલાં થશે વેરીફીકેશન

દેશના મોટાભાગના વિસ્તારોમાં એક વ્યક્તિના નામે વધુમાં વધુ 9 મોબાઇલ કનેક્શનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આ મર્યાદા ઘટાડીને 6 કરવામાં આવી છે. DoTના નવા આદેશ મુજબ ટેલિકોમ કંપનીઓએ પહેલા ચકાસવું પડશે કે અરજદારના નામે પહેલેથી કેટલા નંબર ચાલુ છે. જો મર્યાદા પૂરી થઈ ગઈ હોય તો નવું કનેક્શન ઈશ્યુ નહીં થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ફોટોથી પણ થશે ઓળખ

આ નવી વ્યવસ્થાની સૌથી રસપ્રદ બાબત એ છે કે ઓળખ માટે ફોટોનો ઉપયોગ થશે. DoTનું ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) આ કામમાં મદદ કરશે. 23 ઓગસ્ટથી જે લોકોના નામે પહેલેથી મર્યાદા સુધીના નંબર છે, તેમના ફોટા ટેલિકોમ કંપનીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીઓએ રોજ આ ફોટા અને પોતાના સિસ્ટમની મદદથી નવી અરજીઓ તપાસવી પડશે.24 ઓગસ્ટથી આ પ્રક્રિયા શરૂ થશે. શરૂઆતમાં જો કોઈને મર્યાદા કરતાં વધુ સિમ ઈશ્યુ થઈ જાય તો તે વધારાનું કનેક્શન તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે. 30 નવેમ્બર સુધી કંપનીઓએ આ સિસ્ટમને વધુ મજબૂત બનાવીને રિયલ-ટાઇમ વેરીફીકેશન શરૂ કરવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જૂના નંબરોનું શું થશે?

જો કોઈના નામે 10 કે તેથી વધુ સિમ હોય તો શું બધા નંબર બંધ થઈ જશે? નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય નવું કનેક્શન અટકાવવાનો છે. રિપોર્ટ્સ મુજબ મર્યાદા કરતાં વધુ નવું સિમ ન મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. જો ભૂલથી વધારાનું કનેક્શન ઈશ્યુ થઈ જાય તો તેના પર કાર્યવાહી થઈ શકે છે. તેથી જો તમારા નામે જરૂરથી વધુ નંબર હોય કે કોઈએ તમારા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને સિમ લીધો હોય તેવો શંકા હોય તો તરત જ પોતાના નામે ચાલુ કનેક્શન તપાસી લો.યાદ રાખો 9 સિમનો નિયમ કોઈ એક કંપની પૂરતો નથી. એરટેલના ચાર અને જીઓના બે સિમ હોય તો કુલ છ ગણાશે. કોઈ પણ કંપનીનું સિમ હોય તે કુલ સંખ્યામાં ઉમેરાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ કડકાઈ શા માટે?

મોબાઇલ નંબર આજકાલ બેંક એકાઉન્ટ, UPI, સોશિયલ મીડિયા, ઈમેઇલ અને અનેક સરકારી સેવાઓ સાથે જોડાયેલો છે. નકલી સિમનો ઉપયોગ સાયબર ફ્રોડમાં પણ થાય છે. તેથી સરકાર લાંબા સમયથી નકલી ડોક્યુમેન્ટથી લીધેલા કનેક્શન અને મર્યાદા કરતાં વધુ સિમ રાખવાના કિસ્સાઓ પર કાર્યવાહી કરી રહી છે. DoTનું ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પણ આ જ હેતુ માટે વપરાય છે, જેમાં ટેલિકોમ કંપનીઓ, બેંકો, પોલીસ અને બીજી એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સિમ લેવાની પ્રક્રિયા

હવે નવું સિમ લેતા પહેલાં માત્ર આધાર કે અન્ય ડોક્યુમેન્ટ આપવા પૂરતા નહીં રહે. જેમાં સિસ્ટમ ચેક કરશે કે તમારા નામે પહેલેથી કેટલા નંબર ચાલુ છે. જો તમારા પાસે 9થી ઓછા નંબર હોય તો ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો તમને ખબર ન હોય કે તમારા નામે કેટલા સિમ એક્ટિવ છે તો એકવાર વેરીફાઈ જરૂર લો. કેમ કે કોઈ અનનોન નંબર તમારા નામે ચાલુ હોય તો ભવિષ્યમાં તે જ નવું કનેક્શન લેવામાં અડચણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SIM rule New SIM maximum limit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ