બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરમાં સરપંચના ગોટાળા, બે અલગ અલગ જાતિના પ્રમાણપત્રો, હવે એક રદ કરવાનો આદેશ

વિચિત્ર / મહીસાગરમાં સરપંચના ગોટાળા, બે અલગ અલગ જાતિના પ્રમાણપત્રો, હવે એક રદ કરવાનો આદેશ

Published By: Hiralal Parmar
Reported By: Vishal Parekh

Last Updated: 07:47 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરના નવા બનેલા ગોધર તાલુકામાં એક વ્યક્તિ પાસે બે અલગ અલગ જ્ઞાતિના દાખલા હોવાનું સામે આવ્યું છે.

મહીસાગરના નવા બનેલા ગોધરના સાઢપાડીયા ગામના સરપંચ કુણાલભાઈ પાદરીયા પાસે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (OBC) અને અનુસૂચિત જનજાતિનું (ST) પણ પ્રમાણપત્ર હોવાનું સામે આવ્યું છે આ પછી વિશ્લેષણ સમિતિ દ્વારા ST પ્રમાણપત્ર રદ કરવા ફરિયાદ નોંધવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ કર્યો છે.

સરપંચની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારે કર્યા આક્ષેપ

કુણાલભાઈ પાદરીયા દ્વારા સાઢપાડીયા ગામમાંથી સરપંચ પદ તરીકેની દાવેદારી નોંધાવી અને તે સમયે તેઓ દ્વારા ઓબીસીના (OBC)સીટ ઉપરથી આ ચૂંટણી લડવામાં આવી ત્યારે તેમની સામે લડી રહેલા સોમાભાઈ ખાંટ દ્વારા તેમની પાસે ઓબીસી અને એસટી નું પ્રમાણપત્ર હોવાનું આક્ષેપ કર્યો હતો ત્યારે વહીવટી તંત્ર દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા આ વિગતે નોંધ લેવામાં કે ધ્યાન દેવામાં આવ્યું ન હતું ત્યારબાદ સોમાભાઈ ખાંટ દ્વારા આ સમગ્ર મુદ્દે યોગ્ય ન્યાય ના મળતા તેઓએ ન્યાયતંત્ર અને ન્યાયપાલિકાનો સહારો લીધો હતો.

એસટીનો દાખલો ખોટો

પાંચ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો અને જુલાઈ 2026 માં વિશ્લેષણ સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને તેઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કુણાલભાઈ પાદરીયા પાસે જે એસટીનો દાખલો છે તે ખોટો છે. તેઓની જ્ઞાતિ ઓબીસી છે અને તેઓ દ્વારા ખોટી રીતે ST નો દાખલો કાઢવામાં આવ્યો છે તેને લઈ વિશ્લેષણ સમિતિ દ્વારા આ દાખલો જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

અધિકારીઓએ કેમ ન કરી કાર્યવાહી?

જો કે મોટો પ્રશ્ન ત્યાં છે કે જ્યારે અરજદાર આવા આક્ષેપો કરતા હોય ત્યારે ચૂંટણી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ તે દિશામાં કેમ કાર્યવાહી કે તપાસ નથી કરતા અત્યારે તો પાંચ વર્ષ જેટલો કાર્યકાળ વીતી ગયો ત્યારબાદ ચુકાદો આવ્યો છે. પરંતુ તે શું કામનું તેમ અરજદાર જણાવી રહ્યા છે. ત્યારે આવા બે દાખલા ધરાવતા વ્યક્તિઓ સામે અને તેમના પરિવાર સામે પણ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. અને તેઓ દ્વારા એસ ટીના દાખલા દ્વારા કોઈ લાભ લીધો હોય અને તેમના પરિવારમાં કોઈ લાભ મેળવ્યો હોય તો તે એમની પણ તપાસ કરી કાર્યવાહી કરવા હાલ તો માંગ કરી છે. અત્યારે ચૂંટણી લડવા માટે લોકો બે દાખલા મેળવી વહીવટી તંત્ર અને સ્થાનિકોને પણ ગુમરાહ કરતા હોય છે આર્થિક લાભો મેળવવા માટે પણ આ પ્રકારના કાવતરા કરવામાં આવતા હોય છે. ત્યારે ખરેખર તંત્ર દ્વારા તેની યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે અને આવા ઈશમો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો જ સાચા અર્થમાં જે પણ જ્ઞાતિ હશે તેને ચોકસાઈથી લાભ અને ન્યાય મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahisagar news Mahisagar

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ