ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ICICI બેંક અધિકારી દિવ્યા મિશ્રાની હત્યા, પતિએ ગોળીએ ઉડાવી, પછી બહેનની હત્યા, અંતે આપઘાત

ક્રાઈમ / ICICI બેંક અધિકારી દિવ્યા મિશ્રાની હત્યા, પતિએ ગોળીએ ઉડાવી, પછી બહેનની હત્યા, અંતે આપઘાત

Published By: Hiralal Parmar

Last Updated: 03:32 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ચકચારી બનાવ બન્યો છે જેમાં પતિએ પત્નીને ગોળી માર્યા બાદ બહેનને હત્યા કરી અને પછી પોતે પણ આપઘાત કર્યો હતો.

ADVERTISEMENT

લખનઉમાં SBI બેંક કર્મચારી માનસ બાજપેયીએ ICICI બેન્કમાં નોકરી કરતી તેની પત્ની અને ત્યાર બાદ બહેનની ગોળી મારીને હત્યા કરી હતી પછી પોતે પણ આપઘાત કર્યો હતો. ગુરુવારે બપોરે, તે ICICI બેંક ગયો અને તેની પત્ની દિવ્યા મિશ્રાને ઓફિસની બહાર બોલાવી. તેણે તેની સાથે થોડીવાર વાત કરી, પછી તેને ગોળી મારીને ભાગી ગયો.

ટીવી પર વાગી રહી હતી હનુમાન ચાલીસા

પત્નીની હત્યા બાદ માનસ બાજપેયી બે કિલોમીટર દૂર તેના ઘરે ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, તે પરસેવાથી લથપથ હતો. અંદર પ્રવેશતાં જ તેણે દરવાજો બંધ કરી દીધો અને તેની બહેનને ગોળી મારી દીધી. પછી, તેણે પોતાને ગોળી મારી દીધી. અવાજ સાંભળીને પડોશીઓ આવ્યા અને દરવાજો તોડી નાખ્યો. અંદર, ભાઈ અને બહેનના મૃતદેહ લોહીથી લથપથ પડ્યા હતા. ટીવી પર હનુમાન ચાલીસા જોરથી વાગી રહી હતી.

આરોપીએ વોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું

આત્મહત્યા કરતા પહેલા, આરોપીએ વોટ્સએપ પર એક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું જેમાં લખ્યું હતું. આ ઘટના ગોમતી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ નથી. દિવ્યા મિશ્રા (33) ICICI બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર હતી. તે યુટ્યુબર પ્રજ્ઞા મિશ્રાની બહેન હતી. તેના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતા અને તેને કોઈ સંતાન નહોતું.

છૂટાછેડાની કરી હતી અરજી

પત્નીએ એક વર્ષ પહેલા તેના પતિ માનસ (35) થી છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્યારથી, તે આલમબાગમાં રહે છે. તેના પતિ માનસ બાજપાઈ તેની બહેન સીબા (28) સાથે હુસદિયા સ્ક્વેર પાસે ભાડાના મકાનમાં રહેતા હતા. તે SBI માં એકાઉન્ટન્ટ હતા. માનસના માતાપિતાનું અવસાન થયું છે.

આ પણ વાંચોઃ NRI / 15 સપ્ટેમ્બરથી બદલાઈ રહ્યાં છે અમેરિકાના આ નિયમો, જે ભારતીયોને કરશે સીધી અસર

વોટ્સએપ સ્ટેટસ જોતાં જ પડોશી દોડ્યો

પાડોશી અંકુર પ્રકાશે જણાવ્યું કે વોટ્સએપ સ્ટેટસ જોતાંની સાથે જ તે તેમના ઘરે દોડી ગયો. તેણે દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. અંદર ટીવી ચાલુ હતું. પછી તેણે બળજબરીથી દરવાજો ખોલ્યો. અંદર ભાઈ અને બહેન મૃત હાલતમાં મળી આવ્યા. ટીવી પર હનુમાન ચાલીસા વાગી રહી હતી. અંકુરે કહ્યું કે તે બંને સારા માણસો હતા. તેઓ જ્યારે પણ મળતા ત્યારે સારી રીતે વાત કરતા. તેમના માતા-પિતાનું અવસાન થયું છે. તેની બહેન લગભગ 28-29 વર્ષની હતી. તે પહેલાથી જ માનસિક રીતે બીમાર હતી અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેની તબિયત ખરાબ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lucknow news national new ICICI Bank employee murder

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ