બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / જો તમારી પાસે Royal Stagની આવી બોટલ હોય તો ન પીતાં, નાશ કરજો, વરતેજ પોલીસે જાહેર કરી ચેતવણી

ભાવનગર / જો તમારી પાસે Royal Stagની આવી બોટલ હોય તો ન પીતાં, નાશ કરજો, વરતેજ પોલીસે જાહેર કરી ચેતવણી

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 05:45 PM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરતેજ પોલીસે શંકાસ્પદ રોયલ સ્ટેગની બોટલની ફોટા અને વિગતો જાહેર કરીને લોકોને તે ન પીવાની અપીલ કરી છે.

ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ વરતેજ પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે. વરતેજ પોલીસે લોકોને અપીલ કરતાં કહ્યું કે શંકાસ્પદ બોટલ પરના સ્ટીકર અને બારકોડની ખાસ ચકાસણી કરવી જોઈએ. Royal Stag બ્રાન્ડની 750 ML બોટલ અંગે ખાસ સાવચેતી રાખવી. જો આ પ્રકારની બોટલ કે સ્ટીકરવાળો દારૂ હોય તો તાત્કાલિક નાશ કરી નાખવી જોઈએ. પોલીસે વધુમાં કહ્યું કે દારૂનું સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તપાસ કરાવવી.

પોલીસે શંકાસ્પદ બોટલના ફોટા અને વિગતો જાહેર કરી

પોલીસે Royal Stag બ્રાન્ડ શંકાસ્પદ બોટલના ફોટા અને વિગતો જાહેર કરી કરી છે અને જાહેર જનતાને શંકાસ્પદ દારૂથી દૂર રહેવા અપીલ કરી છે. એસએમસીની ચેતવણી બાદ દારૂના નશાખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

આ બારકોડવાળી બોટલ નાશ કરજો

પોલીસે કહ્યું કે બારકોડ નંબર 8901522000665 ધરાવતી રોયલ સ્ટેગ 750 ML બોટલનો નાશ કરજો, અને તેમાંનો દારુ ન પીતા.

નકલી દારુકાંડમાં અત્યાર સુધી 9 લોકોના મોત

નકલી દારૂકાંડમાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. આ આંકડો હજુ વધી શકે છે. કુલ 21 લોકો સામે ગુનો દાખલ થયા છે જેમાંથી 13ની ધરપકડ થઈ છે.

વધુ વાંચો : ICICI બેંક અધિકારી દિવ્યા મિશ્રાની હત્યા, પતિએ ગોળીએ ઉડાવી, પછી બહેનની હત્યા, અંતે આપઘાત

મિથેનોલ મિક્સ કરવાથી ઘટના સર્જાઈ

SMCના SP મયુરસિંહ ચાવડાએ નકલી લઠ્ઠાકાંઠ પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે દારૂમાં મિથેનોલ મિક્સ કરવાથી ઘટના સર્જાઈ હતી. ઈથેનોલ સાથે મિથેનોલના મિક્સચરથી દારૂ ઝેરી થયો હતો. તેમણે કહ્યું કે પીડિતો અને મૃતકોના લોહીમાંથી મિથેનોલ મળ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Hooch Tragedy Hooch Tragedy Bhavnagar Liquor Tragedy

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ