ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:29 AM, 21 August 2026
ADVERTISEMENT
અમેરિકાના અલાસ્કામાં એક ચાર્ટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. મળેલા રિપોર્ટ અનુસાર, તેમાં કુલ આઠ લોકો સવાર હતા. બે પાઇલટ અને છ મુસાફરો. આ વિમાન એન્કરેજથી રવાના થયું હતું અને પશ્ચિમ અલાસ્કામાં આવેલા 'કેપ ન્યુએનહામ લોન્ગ રેન્જ રડાર સાઇટ' તરફ જઈ રહ્યું હતું.
ADVERTISEMENT
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ના અલાસ્કા પ્રાદેશિક વડા ક્લિન્ટ જોહ્ન્સને જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરના સમયે કેપ ન્યુવેનહામ નજીકના વિસ્તારમાં પહોંચતી વખતે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માતના અહેવાલો મળ્યા બાદ, અલાસ્કા રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે.
બ્રિટનમાં પણ બની હતી વિમાન દુર્ધટના, ભારતીય મૂળ દંપતિનું મોત
ADVERTISEMENT
બે દિવસ પહેલા જ બ્રિટનમાં નોર્થ વેલ્સના દૂરના વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયા એક નાના વિમાનના અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની ઓળખ બુધવારે ભારતીય મૂળના 50 થી 55 વર્ષની વયના દંપતી તરીકે કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે કેતન સ્વાલી 'પાઈપર PA-28' વિમાન ઉડાવી રહ્યા હતા. તેમણે ગયા અઠવાડિયે ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ વિસ્તારમાં આવેલા બર્ટન-અપોન-ટ્રેન્ટના ટેટનહિલ એરફિલ્ડથી તેમની પત્ની શીતલ સાથે ઉડાન ભરી હતી.
નોર્થ વેલ્સ પોલીસે જણાવ્યું હતું કે, વાયવ્ય વેલ્સના સ્નોડોનિયામાં આવેલા કાર્નરફોન એરપોર્ટ પર નિર્ધારિત સમયે વિમાન ઉતર્યું ન હોવાની માહિતી મળ્યા બાદ શુક્રવારે હવાઈ અને જમીની સ્તરે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. નોર્થ વેલ્સ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અનેક એજન્સીઓએ હવાઈ અને જમીની સ્તરે શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું અને ટ્રોસફિનિડ નજીકના એક દુર્ગમ વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આઠ રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને નાગરિકતા આપવાની સત્તા, કેન્દ્ર સરકારે નવા નિયમો કર્યા અમલમાં
એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "દુર્ભાગ્યે, વિમાનમાં સવાર બંને વ્યક્તિઓને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે 'એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ'ને જાણ કરવામાં આવી છે અને તેમણે તપાસકર્તાઓની એક ટીમ તૈનાત કરી છે."ઓનલાઇન કંપની ડેટા અનુસાર, કેતન સ્વાલી લેસ્ટર સ્થિત એન્જિનિયરિંગ ફર્મ ‘આર્ક યુરો ટ્રેડ લિમિટેડ’માં ડિરેક્ટર હતા અને તેમણે આ વર્ષની શરૂઆતમાં ઉત્પાદનનો વ્યવસાય બંધ કરી દીધો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Nigeria Military Plane Crash / નાઈજીરિયાના ઓન્ડોમાં મિલિટરી ATR-42 વિમાન ક્રેશ, 25 મુસાફરો અને 7 ક્રૂ સહિત તમામ 32 લોકોનાં મો*ત
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT