બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રક્ષાબંધનના દિવસે જ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, શું તહેવારની ઉજવણી પર પડશે ગ્રહણની છાયા?

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / રક્ષાબંધનના દિવસે જ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, શું તહેવારની ઉજવણી પર પડશે ગ્રહણની છાયા?

Last Updated: 12:10 AM, 21 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026 નું બીજું અને અંતિમ આંશિક ચંદ્રગ્રહણ 28 August ના રોજ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર લાગવા જઈ રહ્યું છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સવારે 8:04 વાગ્યાથી બપોરે 11:21 વાગ્યા સુધી રહેશે.

1/6

photoStories-logo

1. રક્ષાબંધનના દિવસે જ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, શું તહેવારની ઉજવણી પર પડશે ગ્રહણની છાયા?

વર્ષ 2026 ના ઓગસ્ટ મહિનામાં ખગોળીય અને ધાર્મિક દ્રષ્ટિએ એક અત્યંત મહત્વપૂર્ણ સંયોગ બનવા જઈ રહ્યો છે. 28 August 2026 ના રોજ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આ વર્ષનું બીજું અને છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ (Partial Lunar Eclipse) થવા જઈ રહ્યું છે. આ દિવસે જ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન પણ છે, જેથી ધાર્મિક અને જ્યોતિષીય ક્ષેત્રે આ ઘટનાનું વિશેષ મહત્વ જોવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સમય

દ્રિક પંચાંગ અનુસાર, 28 August ની સવારે આશરે 8:04 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થશે અને સવારે 11:21 વાગ્યે પૂર્ણ થશે. આ ગ્રહણનો પીક ટાઈમ (ચરમ સીમા) સવારે 9:43 વાગ્યાનો રહેશે. ગ્રહણ દરમિયાન ચંદ્ર પર પૃથ્વીનો આંશિક પડછાયો દેખાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ક્યાં ક્યાં દેખાશે આ ચંદ્રગ્રહણ?

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પરંતુ પશ્ચિમ એશિયાના કેટલાક ભાગો, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને યુરોપના દેશોમાં આ ખગોળીય ઘટના સ્પષ્ટ રીતે જોઈ શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શું ભારતમાં સૂતક કાળ માન્ય રહેશે?

સામાન્ય રીતે ચંદ્રગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થઈ જાય છે. પરંતુ 28 August નું આ ચંદ્રગ્રહણ ભારતમાં અદ્રશ્ય (અદ્રશ્યમાન) હોવાથી અહીં તેનો સૂતક કાળ બિલકુલ માન્ય રહેશે નહીં. આથી ગ્રહણ કે સૂતકના સમયગાળા દરમિયાન ભારતમાં કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો કરવા પર પ્રતિબંધ રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રક્ષાબંધન પર ચંદ્રગ્રહણની છાયા

ભારતમાં ગ્રહણ દેખાવાનું ન હોવાથી રક્ષાબંધનના મુહૂર્ત પર તેની કોઈ અસર પડશે નહીં. લોકો ભદ્રા કાળનું ધ્યાન રાખીને દિવસ દરમિયાન શુભ મુહૂર્તમાં સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગ્રહણ અને સૂતક દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો

શાસ્ત્રો અનુસાર ગ્રહણ સમયે કેટલીક સામાન્ય સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવે છે. ખોરાક અને પાણીમાં સૂતક કાળ પહેલાં જ તુલસીના પાન ઉમેરી દેવા. સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળવું અને ધારદાર કે અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો. ગ્રહણ દરમિયાન માનસિક રીતે 'ઓમ નમઃ શિવાય' અથવા મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો. ગ્રહણ પૂર્ણ થયા પછી સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો, સ્વયં સ્નાન કરવું અને અનાજ, વસ્ત્ર કે તિલનું દાન કરવું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LunarEclipse Rakshabandhan2026 ChandraGrahan2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ