બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Wimbldonમાં વપરાતા ટોવેલ ગુજરાતમાં બને છે! ક્રેઝ એવો કે ખેલાડીઓ ઘેર લઈ જાય છે, ફેન્સ પણ છે ટોવેલના દીવાના

VTV વિશેષ / Wimbldonમાં વપરાતા ટોવેલ ગુજરાતમાં બને છે! ક્રેઝ એવો કે ખેલાડીઓ ઘેર લઈ જાય છે, ફેન્સ પણ છે ટોવેલના દીવાના

Priykant Shrimali

Last Updated: 11:31 AM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wimbledon Towels Gujarat Connection : ટોવેલ બનાવવાની પ્રક્રિયા લગભગ દોઢ વર્ષ પહેલાં શરૂ થઈ જાય છે. ડિઝાઇનર્સ દર વર્ષે નવા કલર ટ્રેન્ડ, ફેશન અને ટુર્નામેન્ટની થીમને ધ્યાનમાં રાખીને ટુવાલની ડિઝાઇન નક્કી કરે છે. ત્યારબાદ યાર્ન, કલર કોડ, વણાટ અને ફિનિશિંગ સહિત અનેક સ્ટેજમાંથી પસાર થઈને એક ટુવાલ તૈયાર થાય છે. એક ટુવાલ બનાવવામાં લગભગ સાત દિવસનો સમય લાગે છે.

Wimbledon Towels Gujarat Connection : વિમ્બલ્ડન, ટેનિસ જગતનું સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ. અહીં કાર્લોસ અલ્કારાઝ, નોવાક જોકોવિચ, નાઓમી ઓસાકા જેવા દિગ્ગજ ખેલાડીઓની રમત પર આખી દુનિયાની નજર હોય છે. પરંતુ મેચ દરમિયાન ખેલાડીઓ વારંવાર જે ટુવાલ ખભા પર રાખે છે અથવા પરસેવો લૂછવા માટે વાપરે છે, તેનું કનેક્શન ગુજરાત સાથે છે! આ ટુવાલ કોઈ યુરોપિયન ફેક્ટરીમાં નહીં, પરંતુ ગુજરાતના વાપીમાં તૈયાર થાય છે. છેલ્લા 17 વર્ષથી વિમ્બલ્ડનમાં વપરાતા ટોવેલ ગુજરાતમાં બને છે અને દુનિયાના સૌથી મોટા ટેનિસ સ્ટાર્સ તેનો ઉપયોગ કરે છે.

ભારતીય કંપનીની કમાલ

વિમ્બલ્ડન ટુવાલનો ઈતિહાસ 1988થી શરૂ થાય છે, જ્યારે બ્રિટનની જાણીતી બ્રાન્ડ Christy ટુર્નામેન્ટની ઓફિશિયલ ટુવાલ સપ્લાયર બની હતી. વર્ષ 2006માં ભારતીય ટેક્સટાઇલ કંપની Welspunએ Christy બ્રાન્ડ ખરીદી લીધી. ત્યારબાદ ઉત્પાદન ધીમે-ધીમે ભારત ખસેડવામાં આવ્યું અને 2009થી તમામ ઓફિશિયલ વિમ્બલ્ડન ટોવેલ ગુજરાતના વાપીમાં બનવા લાગ્યા.

18 મહિના પહેલા શરૂ થાય છે તૈયારી

વિમ્બલ્ડન માત્ર બે અઠવાડિયાની ટુર્નામેન્ટ છે, પરંતુ તેના ટોવેલ બનાવવાની પ્રક્રિયા લગભગ દોઢ વર્ષ પહેલાં શરૂ થઈ જાય છે. ડિઝાઇનર્સ દર વર્ષે નવા કલર ટ્રેન્ડ, ફેશન અને ટુર્નામેન્ટની થીમને ધ્યાનમાં રાખીને ટુવાલની ડિઝાઇન નક્કી કરે છે. ત્યારબાદ યાર્ન, કલર કોડ, વણાટ અને ફિનિશિંગ સહિત અનેક સ્ટેજમાંથી પસાર થઈને એક ટુવાલ તૈયાર થાય છે. એક ટુવાલ બનાવવામાં લગભગ સાત દિવસનો સમય લાગે છે.

ટોવેલ છે વિમ્બલ્ડનની ઓળખ

આ ટોવેલ સામાન્ય ટોવેલ નથી. તેમાં વિમ્બલ્ડનની ઓળખ બની ચૂકેલા લીલા અને જાંબલી રંગનો ઉપયોગ થાય છે. પ્રીમિયમ કોટનથી બનેલા આ ટુવાલ ખૂબ જ નરમ, વધુ પાણી શોષી શકે એવા અને લાંબા સમય સુધી ટકી રહે તે રીતે તૈયાર કરવામાં આવે છે.

ખેલાડીઓ મેચ પછી ટુવાલ ઘરે લઈ જાય છે!

વિમ્બલ્ડનમાં રમતા ઘણા ખેલાડીઓ માટે આ ટોવેલ માત્ર ઉપયોગની વસ્તુ નથી, પરંતુ યાદગાર સ્મૃતિ પણ છે. રિપોર્ટ્સ મુજબ દર વર્ષે હજારો ટુવાલ ખેલાડીઓ પોતાની સાથે ઘરે લઈ જાય છે. કેટલાક ખેલાડીઓ તેને પરિવારજનો અને મિત્રોને ભેટમાં આપે છે, જ્યારે કેટલાક જીત બાદ દર્શકો તરફ ફેંકી દે છે. અંદાજે માત્ર 15 ટકા ટુવાલ જ ટુર્નામેન્ટ દરમિયાન પરત આવે છે.

જોકોવિચ પણ કરી ચૂક્યા છે મજાક

નોવાક જોકોવિચે એક વખત મજાકમાં કહ્યું હતું કે પરિવાર અને મિત્રોની માંગ એટલી હોય છે કે તેમને પણ વિમ્બલ્ડનના ટુવાલ ઘરે લઈ જવા પડે છે. પોલેન્ડની સ્ટાર ખેલાડી ઈગા સ્વિયાતેક પણ દર વર્ષે અનેક ટુવાલ પોતાની બેગમાં રાખતી હોવાની વાતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી ચૂકી છે.

ચાહકો માટે બની ગયો છે કલેક્ટર્સ આઇટમ

વિમ્બલ્ડન ટુવાલ આજે વિશ્વભરના ટેનિસપ્રેમીઓ માટે કલેક્ટર્સ આઇટમ બની ગયો છે. ટુર્નામેન્ટ દરમિયાન ઓફિશિયલ સ્ટોરમાં તેની ભારે માંગ રહે છે. લિમિટેડ એડિશન ટોવેલ્સ ઘણી વખત થોડા જ સમયમાં વેચાઈ જાય છે. ઓફિશિયલ ચેમ્પિયનશિપ ટોવેલની કિંમત લગભગ 40 પાઉન્ડ (ભારતીય ચલણ મુજબ અંદાજે ₹5,000થી વધુ) છે.

આ પણ વાંચો : Big Bash League 2026નો પ્રારંભ ભારતથી થશે, આ ગ્રાઉન્ડમાં રમાશે પહેલી મેચ, મોદીએ કરી ઘોષણા

વિમ્બલ્ડનમાં ગૂંજે છે ગુજરાતનું નામ

ભલે છેલ્લા કેટલાક વર્ષોમાં કોઈ ભારતીય ખેલાડી વિમ્બલ્ડનના અંતિમ તબક્કામાં જોવા મળ્યો નથી, પરંતુ ભારતની હાજરી આજે પણ સેન્ટર કોર્ટ સુધી પહોંચે છે. દરેક સર્વિસ વચ્ચે ખેલાડીઓ જે ટુવાલથી પરસેવો લૂછે છે, દરેક મેચમાં જે ટુવાલ કેમેરામાં દેખાય છે અને જે ટુવાલ વિજયની યાદગીરી બની ખેલાડીઓના ઘરે પહોંચે છે... તેની શરૂઆત ગુજરાતના વાપીની ફેક્ટરીમાંથી થાય છે. વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ચેમ્પિયનશિપ અને ગુજરાત વચ્ચેનું આ કનેક્શન કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે, પરંતુ આજે પણ વિમ્બલ્ડનની આ એક સૌથી રસપ્રદ 'મેડ ઇન ઈન્ડિયા' કહાની બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Wimbledon Towels Welspun Wimbledon
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ