બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / સુરતના સમાચાર / ડાયમંડ કિંગ ધીરુ રામાણી માલીમાં લાપતા, અપહરણની આશંકાથી ચિંતા, 100 કરોડની ખંડણીની માંગ્યાનો દાવો

સુરત / ડાયમંડ કિંગ ધીરુ રામાણી માલીમાં લાપતા, અપહરણની આશંકાથી ચિંતા, 100 કરોડની ખંડણીની માંગ્યાનો દાવો

Priykant Shrimali

Last Updated: 11:51 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhiru Ramani Mali Kidnapping : ધીરુ રામાણી સાથે અન્ય બે ભારતીય નાગરિકો પણ ગુમ થવાના કેસમાં લગભગ ₹100 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાનો પણ દાવો, સત્તાવાર પુષ્ટિ બાકી

Dhiru Ramani Mali Kidnapping : સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણી માલી દેશમાં લાપતા બન્યાની ઘટના સામે આવતા હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વિગતો મુજબ પરિવારને આશંકા છે કે, તેમનું અપહરણ કોઈ કટ્ટરપંથી સંગઠને કર્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ ધીરુ રામાણી સાથે અન્ય બે ભારતીય નાગરિકો પણ ગુમ થયા છે. આ સમગ્ર ઘટનામાં લગભગ ₹100 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણી માલી દેશમાં લાપતા થયા બાદ હવે પરિવાર ચિંતિત બન્યો છે. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના કોઈ સામાન્ય ગુનાખોરી નહીં પરંતુ સંગઠિત કાવતરાનો ભાગ હોઈ શકે છે. કહેવાય છે કે, અપહરણકર્તાઓએ ધીરુ રામાણી અને અન્ય બે ભારતીયોને છોડાવવા માટે લગભગ ₹100 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ અંગે સત્તાવાર સ્તરે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી અને તપાસ ચાલુ છે.

માહિતી મુજબ પરિવાર હાલ પોતાની રીતે જ અપહરણકર્તાઓ સાથે સંપર્કમાં રહી વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરિવારના સભ્યો અમેરિકામાં રહે છે અને તેઓ સીધા સંપર્ક દ્વારા સમગ્ર મામલો સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં કોઈ સરકારી એજન્સી કે વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું નથી તેવી માહિતી પણ સામે આવી છે.

આ પણ વાંચો : ફરી જામ્યું ચોમાસું, 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ, આજે અમદાવાદ રથયાત્રામાં પણ વરસાદની શક્યતા

પરિવારને વિશ્વાસ અપાવવા માટે અપહરણકર્તાઓએ વીડિયો કોલ દ્વારા ધીરુ રામાણી અને અન્ય બે ભારતીયો જીવિત હોવાના પુરાવા આપ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બાદ પરિવાર દ્વારા તેમની સુરક્ષિત મુક્તિ માટે પ્રયાસો વધુ તેજ કરવામાં આવ્યા છે. ધીરુ રામાણી વર્ષો સુધી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમ આફ્રિકાના માલીમાં ગોલ્ડ માઇનિંગના વ્યવસાયમાં સક્રિય હતા. તેઓ ત્યાં પ્રોજેક્ટનું સંચાલન કરી રહ્યા હતા, ત્યારે જ તેઓ રહસ્યમય રીતે લાપતા બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Diamond Industry Dhiru Ramani Mali Kidnapping Rs 100 Crore Ransom
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ