બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ફરી જામ્યું ચોમાસું, 24 કલાકમાં 118 તાલુકામાં વરસાદ, આજે અમદાવાદ રથયાત્રામાં પણ વરસાદની શક્યતા
6 ફોટો ગેલેરી
Last Updated: 11:13 AM, 16 July 2026
1/6
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 1.73 ઇંચ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરી છે.
2/6
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં રાજ્ય પર એકસાથે ચાર મહત્વપૂર્ણ હવામાન પ્રણાલીઓ સક્રિય છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફના સંયુક્ત પ્રભાવથી અરબી સમુદ્ર તરફથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. તેના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.
3/6
4/6
5/6
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સોમનાથ વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદ ફરી શરૂ થયો છે. વહેલી સવારથી વરસેલા વરસાદથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. વાવણી બાદ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાકને સારો લાભ મળશે.
6/6
પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મોડીરાત્રે વરસાદ શરૂ થયો હતો. રાત્રે 2થી 6 વાગ્યા દરમિયાન પાટણ શહેરમાં 17 મિમી વરસાદ નોંધાયો હતો. સરસ્વતી તાલુકામાં 25 મિમી, હારીજમાં 2 મિમી, સમીમાં 4 મિમી અને ચાણસ્મામાં 1 મિમી વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે તેમજ સૂકાઈ રહેલા પાકને પણ નવું જીવન મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.