બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરમાં પડેલો લોટ કરશે કમાલ, આ 10 ટ્રિક્સ જાણીને રહી ચોંકી જશો

photo-story

11 ફોટો ગેલેરી

તમારા કામનું / ઘરમાં પડેલો લોટ કરશે કમાલ, આ 10 ટ્રિક્સ જાણીને રહી ચોંકી જશો

Last Updated: 10:59 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘઉંનો લોટ માત્ર રોટલી કે પરોઠા બનાવવા માટે જ નહીં પરંતુ ઘરનાં અનેક કામોમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્ટીલ અને તાંબાના વાસણ ચમકાવવાથી લઈને કપડાંને સ્ટાર્ચ આપવા સુધી લોટના અનેક ચોંકાવનારા ઉપયોગ છે.

1/11

photoStories-logo

1. ઘરમાં પડેલો લોટ કરશે કમાલ

ઘઉંનો લોટ માત્ર રોટલી, પરાઠા કે પુરી બનાવવા માટે જ ઉપયોગી છે એવું મોટાભાગના લોકો માને છે. પરંતુ રસોડામાં રહેલો સામાન્ય લોટ ઘરનાં અનેક કામ સરળ બનાવી શકે છે. ઘરની સફાઈથી લઈને કપડાંની સંભાળ, બાળકોની ક્રિએટિવિટી અને બાગાયત સુધી અનેક કામમાં ઘઉંનો લોટ ઉપયોગી સાબિત થાય છે. જો તમારા ઘરમાં જૂનો લોટ પડ્યો હોય તો તેને ફેંકતા પહેલાં તેના આ ઉપયોગો જરૂર જાણી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. સ્ટીલના વાસણ અને સિંકને ચમકાવો

જો સ્ટીલના વાસણો અથવા સિંકની ચમક ઓછી થઈ ગઈ હોય તો લોટ મદદરૂપ બની શકે છે. પહેલા વાસણોને સારી રીતે ધોઈ અને સૂકવી લો. ત્યારબાદ સૂકા કપડામાં થોડો લોટ લઈને વાસણ અથવા સિંક પર હળવેથી ઘસો. પછી સ્વચ્છ કપડાથી સાફ કરી દો. તેનાથી ચમક પાછી આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. બાળકો માટે ઘરે જ બનાવો પ્લે ડો

બાળકોનો પ્લે ડો ખતમ થઈ જાય તો બજારમાંથી નવો ખરીદવાની જરૂર નથી. ઘરમાં રહેલા લોટથી પણ પ્લે ડો બનાવી શકાય છે. લોટ, મીઠું, પાણી અને ફૂડ કલર ભેળવીને સરળતાથી નરમ પ્લે ડો તૈયાર કરી શકાય છે. આ બાળકો માટે મજેદાર અને સુરક્ષિત વિકલ્પ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. ઘરેલું ગુંદર બનાવવામાં મદદરૂપ

સ્કૂલ પ્રોજેક્ટ અથવા પેપર ક્રાફ્ટ માટે ગુંદરની જરૂર પડે ત્યારે લોટ કામ આવી શકે છે. લોટ, ખાંડ અને પાણી ભેળવીને થોડું ગરમ કરો. મિશ્રણ ઠંડું થયા બાદ તે ઘરેલું ગુંદર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. પત્તાંની ચીકાશ દૂર કરો

જો તાશના પત્તાં ચીકણા અથવા ઓઇલી થઈ ગયા હોય તો તેમાં થોડો લોટ ઉપયોગી સાબિત થઈ શકે છે. પત્તાંને એક થેલીમાં રાખીને તેમાં થોડો લોટ નાખો અને થેલી હલાવો. પછી પત્તાંને બહાર કાઢીને સાફ કપડાથી લૂછી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. છોડને જીવાતોથી બચાવવામાં મદદ

છોડની પાંદડીઓ પર જીવાતો લાગી હોય તો તેના પર હળવો લોટ છાંટી શકાય છે. બીજા દિવસે પાંદડીઓને પાણીથી ધોઈ લો. જરૂર પડે તો આ પ્રક્રિયા ફરી કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. કપડાંને સ્ટાર્ચ જેવી ફિનિશ આપો

શર્ટ અથવા અન્ય કપડાંને હળવી કડકાઈ આપવા માટે લોટથી ઘરેલું સ્ટાર્ચ બનાવી શકાય છે. એક ચમચી લોટને ઠંડા પાણીમાં ભેળવો અને પછી ઉકળતા પાણીમાં ઉમેરો. ઠંડું થયા બાદ તેને સ્પ્રે બોટલમાં ભરી ઉપયોગ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. કીડીઓને દૂર રાખવામાં મદદ

ઘરમાં જ્યાંથી કીડીઓ આવતી હોય ત્યાં થોડો લોટ છાંટી શકાય છે. માન્યતા છે કે લોટની અસરથી કીડીઓની દિશા બદલાઈ શકે છે અને તેમની અવરજવર ઘટી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. ડ્રાય શેમ્પૂ તરીકે ઉપયોગ

વાળ ઓઇલી થઈ ગયા હોય અને ડ્રાય શેમ્પૂ ઉપલબ્ધ ન હોય તો થોડો લોટ ઉપયોગી બની શકે છે. વાળના મૂળમાં હળવો લોટ લગાવી થોડા સમય પછી ઝાડી દો. તે વધારાનું તેલ શોષવામાં મદદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. તાંબાના વાસણોને ફરી ચમકદાર બનાવો

લોટ તાંબાના જૂના વાસણોની ચમક પરત લાવવામાં પણ મદદ કરી શકે છે. લોટ અને મીઠું સમાન પ્રમાણમાં લઈને તેમાં થોડું સરકો ભેળવો. આ પેસ્ટથી વાસણ ઘસ્યા બાદ ગરમ પાણીથી ધોઈ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. લોટથી બનાવો ફેસ માસ્ક

ઘરમાં દ્રાક્ષ હોય તો લોટ સાથે ભેળવી ફેસ માસ્ક બનાવી શકાય છે. મેશ કરેલી દ્રાક્ષમાં ચાર ચમચી લોટ ભેળવી પેસ્ટ તૈયાર કરો. તેને 10 થી 15 મિનિટ ચહેરા પર લગાવી પછી સાદા પાણીથી ધોઈ લો. ઉપયોગ પહેલાં પેચ ટેસ્ટ કરવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Wheat Flour Uses Kitchen Tips Home Hacks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ