બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 7 મહિના સુધી દુનિયામાં થશે મહાયુદ્ધ, 2026ના બાકીના છ મહિના માટે ભયાનક ભવિષ્યવાણી

photo-story

7 ફોટો ગેલેરી

ભવિષ્યવાણી / 7 મહિના સુધી દુનિયામાં થશે મહાયુદ્ધ, 2026ના બાકીના છ મહિના માટે ભયાનક ભવિષ્યવાણી

Last Updated: 12:24 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ ચોક્કસ કહી શકતું નથી. છતાં કેટલાક ભવિષ્યવક્તાઓની આગાહીઓ વર્ષો પછી પણ ચર્ચામાં રહેતી હોય છે.

1/7

photoStories-logo

1. 7 મહિના સુધી દુનિયામાં થશે મહાયુદ્ધ

ફ્રાન્સના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસે સદીઓ પહેલાં કરેલી અનેક આગાહીઓ આજે પણ લોકોમાં ઉત્સુકતા અને ચર્ચાનો વિષય બને છે. 2026ને લઈને તેમની કેટલીક આગાહીઓ ફરી વાયરલ થઈ રહી છે, જેમાં મહાયુદ્ધ, મોટી હસ્તીનું મૃત્યુ અને વિનાશકારી ઘટનાઓના દાવા કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. લાંબા સમય સુધી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાશે

નાસ્ત્રેદમસની આગાહીઓનું અર્થઘટન કરતા કેટલાક નિષ્ણાતોનો દાવો છે કે વર્ષ 2026માં લાંબા સમય સુધી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.તેમના લખાણોમાં સાત મહિના સુધી ચાલનારા ભયંકર સંઘર્ષ અને મોટી જાનહાનિનો ઉલ્લેખ હોવાનું કહેવામાં આવે છે. કેટલાક લોકો આ આગાહીને હાલના વૈશ્વિક તણાવ અને યુદ્ધગ્રસ્ત વિસ્તારો સાથે જોડીને જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. દુનિયાની મોટી હસ્તીનું થઈ શકે છે મૃત્યુ?

નાસ્ત્રેદમસના એક શ્લોકના આધારે એવો પણ દાવો કરવામાં આવે છે કે દિવસના અજવાળામાં આકાશી વીજળી પડવાથી દુનિયાની કોઈ જાણીતી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.કેટલાક વિશ્લેષકો માને છે કે આ વ્યક્તિ કોઈ રાજા, રાષ્ટ્રપ્રમુખ અથવા વૈશ્વિક સ્તરે લોકપ્રિય સેલિબ્રિટી હોઈ શકે છે. જોકે આ માત્ર અર્થઘટન છે અને તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મધમાખીઓના હુમલાનો રહસ્યમય ઉલ્લેખ

નાસ્ત્રેદમસની એક આગાહીમાં રાત્રિના સમયે મધમાખીઓના મોટા ઝુંડના હુમલાનો ઉલ્લેખ જોવા મળે છે.કેટલાક લોકોનું માનવું છે કે આ સીધી મધમાખીઓ નહીં પરંતુ આધુનિક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ડ્રોન અથવા મિસાઇલ હુમલાનું પ્રતીક હોઈ શકે છે. જોકે આ દાવાને સમર્થન આપતા કોઈ સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સ્વિટ્ઝરલેન્ડ અંગે પણ કરાઈ છે ચેતવણી

એક આગાહીમાં સ્વિટ્ઝરલેન્ડના એક વિસ્તારને લઈને ગંભીર સંકેતો આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે. કેટલાક લોકો તેનું અર્થઘટન મોટા નરસંહાર, કુદરતી આપત્તિ અથવા કોઈ વિનાશકારી ઘટનાના રૂપમાં કરે છે. જોકે આગાહીઓ સાંકેતિક ભાષામાં લખાયેલી હોવાથી તેનો ચોક્કસ અર્થ નક્કી કરવો મુશ્કેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શું નાસ્ત્રેદમસની આગાહીઓ સાચી પડે છે?

નાસ્ત્રેદમસની પ્રસિદ્ધ પુસ્તક ધ પ્રોફેસીઝ વર્ષ 1555માં પ્રકાશિત થઈ હતી. તેમાં કુલ 942 જેટલી સાંકેતિક ચતુર્પદીઓનો સમાવેશ થાય છે.વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોનું માનવું છે કે આ આગાહીઓ ખૂબ જ અસ્પષ્ટ છે અને લોકો તેને પોતાના અર્થ પ્રમાણે સમજતા હોય છે. તેથી આવી આગાહીઓને તથ્ય નહીં પરંતુ ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી જોવી વધુ યોગ્ય માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

2026 Prediction Nostradamus Prediction World War Prediction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ