બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Rathyatra / અન્ય જિલ્લા / અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા ભવ્ય રીતે આગળ વધી, વિવિધ થીમના ટેબલોએ વધાર્યું આકર્ષણ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:37 AM, 16 July 2026
1/5
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા ભવ્ય રીતે આગળ વધી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી રહ્યા છે અને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે. આ વર્ષે રથયાત્રામાં વિવિધ થીમ પર તૈયાર કરાયેલા ટેબલોએ સૌનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે. ધાર્મિક અને સાંસ્કૃતિક સંદેશ આપતા આ ટેબલો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે
2/5
રથયાત્રામાં ખાસ કરીને દ્વારકા મંદિરની થીમ પર તૈયાર કરવામાં આવેલ ટેબલો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ટેબલોમાં ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ ધારણ કરેલા કલાકારો ભક્તોને પ્રસાદીનું વિતરણ કરતા જોવા મળ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના વેશમાં કલાકારોએ ભક્તો સાથે સંવાદ સાધીને સમગ્ર વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું હતું. રસ્તાની બંને બાજુ ઉભેલા ભક્તોએ પણ આ અનોખા ટેબલોનું હર્ષભેર સ્વાગત કર્યું હતું.
3/5
4/5
આ અંગે અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે કોર્પોરેશન ખાતે ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમણે કહ્યું કે નગરચર્યાએ નીકળેલા નાથ સમગ્ર નગરજનોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવામાં આવશે. ભગવાનની આ પવિત્ર નગરચર્યા નિર્વિઘ્ન પૂર્ણ થાય અને દરેક ભક્તને ભગવાનના દર્શનનો લાભ મળે તે માટે મહાનગરપાલિકા સતત કામગીરી કરી રહી છે.
5/5
મેયર હિતેશ બારોટે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન નગરચર્યાએ નીકળે તે માટે કોર્પોરેશન દ્વારા જરૂરી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રા માર્ગ પર ભક્તોને કોઈપણ પ્રકારની અડચણ ન પડે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિવિધ વિભાગોની ટીમો સતત કામગીરી કરી રહી છે, જેથી ભગવાનના રથો સરળતાથી આગળ વધી શકે અને લાખો ભક્તોને કોઈ મુશ્કેલી વિના દર્શનનો લાભ મળી શકે. ભક્તિમય માહોલ, વિવિધ થીમના આકર્ષક ટેબલો, દ્વારકા મંદિરની ઝાંખી, ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપમાં પ્રસાદીનું વિતરણ અને AMC ખાતે ભગવાનના ભવ્ય સ્વાગતની તૈયારીઓ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા શ્રદ્ધા, પરંપરા અને ઉત્સાહ સાથે આગળ વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું