બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / તમારી કાર કેટલી એવરેજ આપે છે? આ ત્રણ રીતથી જાતે જ કાઢી શકો છો એવરેજ

photo-story

7 ફોટો ગેલેરી

ઓટો મોબાઈલ / તમારી કાર કેટલી એવરેજ આપે છે? આ ત્રણ રીતથી જાતે જ કાઢી શકો છો એવરેજ

Last Updated: 10:49 AM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Car Mileage Tips : નીતિન ગડકરીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સામાન્ય વ્યક્તિ પોતાની કારનું સચોટ માઇલેજ કાઢી શકતો નથી. તેના માટે સર્વિસ સેન્ટરમાં ખાસ મશીનથી ટેસ્ટ કરાવવો પડે છે. આ નિવેદન બાદ ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થયો કે તેઓ વર્ષોથી જે રીતે એવરેજ કાઢી રહ્યા છે શું તે ખોટી રીત છે? જો આ વાત સાચી છે તો સાચું માઇલેજ કેવી રીતે જાણી શકાય?

1/7

photoStories-logo

1. આ રીતે કાઢો તમારી કારની એવરેજ

Car Mileage Tips : દર મહિને પેટ્રોલ પર હજારો રૂપિયા ખર્ચતા હોવા છતાં તમારી કાર ખરેખર કેટલો એવરેજ આપે છે, એ તમને ચોક્કસ ખબર છે? વર્ષોથી લોકો 'ફુલ ટુ ફુલ' પદ્ધતિથી માઇલેજ કાઢતા આવ્યા છે, પરંતુ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના એક નિવેદન બાદ આ મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે. નીતિન ગડકરીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સામાન્ય વ્યક્તિ પોતાની કારનું સચોટ માઇલેજ કાઢી શકતો નથી. તેના માટે સર્વિસ સેન્ટરમાં ખાસ મશીનથી ટેસ્ટ કરાવવો પડે છે. આ નિવેદન બાદ ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થયો કે તેઓ વર્ષોથી જે રીતે એવરેજ કાઢી રહ્યા છે શું તે ખોટી રીત છે? જો આ વાત સાચી છે તો સાચું માઇલેજ કેવી રીતે જાણી શકાય?

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ગડકરીએ એવું શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા પ્રમાણે, કારનું એકદમ સચોટ માઇલેજ જાણવા માટે નિયંત્રિત પરિસ્થિતિમાં ટેસ્ટિંગ જરૂરી છે. સર્વિસ સેન્ટરમાં ખાસ મશીનો દ્વારા એન્જિનની કામગીરી, ફ્યુઅલ વપરાશ અને અન્ય ટેક્નિકલ પરિમાણોની તપાસ થાય છે. સામાન્ય રસ્તા પર ચાલતી કારનું માઇલેજ અનેક પરિબળોથી બદલાતું રહે છે, તેથી માત્ર અંદાજ પરથી સાચો નિર્ણય લઈ શકાતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. શું સામાન્ય વ્યક્તિ ખરેખર માઇલેજ જાણી શકતી નથી?

શું સામાન્ય વ્યક્તિ ખરેખર માઇલેજ જાણી શકતી નથી? જવાબ છે ના. ટેક્નિકલ રીતે લેબ ટેસ્ટ સૌથી સચોટ હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે કાર માલિક પોતાનું અંદાજિત કે વાસ્તવિક માઇલેજ જાણી જ ન શકે. હકીકતમાં આજે પણ કેટલીક સરળ અને વિશ્વસનીય પદ્ધતિઓ છે, જેના દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાની કારની સરેરાશ એવરેજ જાણી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રીત નંબર-1: Full Tank to Full Tank Method

આ સૌથી વિશ્વસનીય અને વર્ષોથી ઉપયોગમાં લેવાતી પદ્ધતિ માનવામાં આવે છે. કારમાં સંપૂર્ણ ટાંકી પેટ્રોલ ભરાવો. ટ્રિપ મીટરને Zero કરો. સામાન્ય રીતે 200થી 300 કિલોમીટર સુધી કાર ચલાવો. ત્યારબાદ ફરી એ જ પેટ્રોલ પંપ પર ટાંકી સંપૂર્ણ ભરાવો. બીજી વખત જેટલા લિટર પેટ્રોલ ભરાયા હોય તેનાથી કુલ ચાલેલા કિલોમીટર ભાગો. માઇલેજ = કુલ ચાલેલા કિલોમીટર ÷ બીજી વખત ભરાયેલા પેટ્રોલના લિટર. દાખલા તરીકે જો કાર 520 કિમી ચાલી અને બીજી વખત ટાંકી ભરવામાં 40 લિટર પેટ્રોલ ભરાયું હોય તો...520 ÷ 40 = 13 km/litre. એટલે કારની સરેરાશ એવરેજ 13 કિલોમીટર પ્રતિ લિટર થઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રીત નંબર-2: કારના ડિસ્પ્લેમાં દેખાતું Average Mileage

આજકાલની લગભગ તમામ નવી કારમાં MID (Multi Information Display) અથવા Instrument Cluster પર Average Fuel Economy જોવા મળે છે. કારનું ECU સતત કારમાં કેટલું પેટ્રોલ વપરાયું, કારની સ્પીડ શું છે, RPM શું છે, કાર કેટલા કિલોમીટર ચાલી આ બધી માહિતીનું વિશ્લેષણ કરે છે. આ માહિતીના આધારે સિસ્ટમ સરેરાશ માઇલેજ બતાવે છે. સામાન્ય રીતે આ આંકડો વાસ્તવિક માઇલેજથી 2થી 10 ટકા સુધી અલગ હોઈ શકે છે, છતાં રોજિંદા ઉપયોગ માટે આ સારી માર્ગદર્શિકા માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રીત નંબર-3: OBD Scanner

જે લોકો વધુ ટેક્નિકલ અને સચોટ માહિતી ઇચ્છે છે, તેઓ OBD-II Scannerનો ઉપયોગ કરી શકે છે. આ નાના ડિવાઇસ કારના OBD Portમાં લગાડવામાં આવે છે અને મોબાઇલ એપ સાથે જોડાય છે. ત્યારબાદ તે બતાવે છે... Fuel Flow, Air-Fuel Ratio, Engine Load, Fuel Economy. આ પદ્ધતિ વધુ ચોક્કસ પરિણામ આપે છે, પણ એના માટે થોડું ટેક્નિકલ જ્ઞાન જરૂરી બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. તો સર્વિસ સેન્ટરનું મશીન શું કરે છે?

સર્વિસ સેન્ટરમાં ખાસ Diagnostic Equipment દ્વારા નીચેની બાબતો ચેક કરવામાં આવે છે. એન્જિનની કામગીરી, Fuel Injection System, Sensor Performance, Real-time Fuel Consumptionm, Emission અને અન્ય પરિમાણો. આ જ પ્રકારના ટેસ્ટનો ઉલ્લેખ નીતિન ગડકરીએ કર્યો હતો. માત્ર પેટ્રોલ જ માઇલેજ નક્કી કરતું નથી. ઘણા લોકો માને છે કે ખરાબ પેટ્રોલ એટલે ઓછું માઇલેજ. પરંતુ હકીકતમાં અનેક પરિબળો જવાબદાર હોય છે. જેમ કે... ડ્રાઇવિંગ સ્ટાઇલ, ટ્રાફિક, ટાયરમાં હવાનું દબાણ, એર ફિલ્ટરની સ્થિતિ, એન્જિન ઓઇલ, ACનો ઉપયોગ, કારમાં વધારાનું વજન, રસ્તાની સ્થિતિ. આથી એક જ મોડલની બે કાર અલગ-અલગ લોકોના હાથમાં અલગ માઇલેજ આપી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Full Tank to Full Tank Method Car Mileage Tips Car Mileage Calculation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ