બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરના મુખ્ય દરવાજા પાસે મની પ્લાન્ટ રાખવો જોઈએ કે નહીં? જાણો વાસ્તુ શું કહે છે અને કઈ ભૂલથી અટકી શકે છે સમૃદ્ધિ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ઘરના મુખ્ય દરવાજા પાસે મની પ્લાન્ટ રાખવો જોઈએ કે નહીં? જાણો વાસ્તુ શું કહે છે અને કઈ ભૂલથી અટકી શકે છે સમૃદ્ધિ

Last Updated: 11:19 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘરની શોભા વધારવા માટે ઉપયોગમાં લેવાતો મની પ્લાન્ટ યોગ્ય દિશા અને સ્થાન પર રાખવો જરૂરી છે. આજે તેના વિષે જાણવાનો પ્રયાસ કરીશું.

1/6

photoStories-logo

1. મની પ્લાન્ટ

ઘરની શોભા વધારવા સાથે સકારાત્મક ઊર્જાનો સંચાર કરવા માટે મની પ્લાન્ટને સૌથી અસરકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મની પ્લાન્ટને ક્યાં અને કેવી રીતે રાખવો જોઈએ? મની પ્લાન્ટની સીધી અસર તમારા ઘરની આર્થિક સ્થિતિ અને સુખ-શાંતિ પર પડે છે. ઘણા લોકો આ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે મની પ્લાન્ટને મુખ્ય દ્વાર પર રાખવું યોગ્ય કે કે નહીં? ચાલો આજે તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મુખ્ય દ્વાર પર મની પ્લાન્ટ

વાસ્તુના જાણકારો અનુસાર, ઘરના મુખ્ય દ્વાર પર મની પ્લાન્ટ રાખવું શુભ માનવામાં આવે છે. જેમાં મુખ્ય દ્વારને ઊર્જાના પ્રવેશદ્વાર તરીકે જોવામાં આવે છે. ત્યાં મની પ્લાન્ટ રાખવાથી ઘરમાં ધન અને સૌભાગ્ય આવે છે. આ માત્ર બહારથી આવતી નકારાત્મક ઊર્જાને રોકે છે એટલું જ નહીં પરંતુ પરિવારના સભ્યો માટે પ્રગતિના નવા રસ્તાઓ પણ ખોલે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સાચી દિશા

મની પ્લાન્ટના લાભ મેળવવા માટે સાચી દિશાનું પસંદગી કરવી જરૂરી છે. જેમાં દક્ષિણ-પૂર્વ દિશા વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ માટે બેસ્ટ માનવામાં આવે છે. આ દિશાના સ્વામી ભગવાન ગણેશ અને પ્રતિનિધિ ગ્રહ શુક્ર છે. અહીં છોડ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. : મની પ્લાન્ટને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર આ દિશા તેના માટે અનુકૂળ નથી અને ઊંધા પરિણામ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આ બાબતોનું ધ્યાન રાખો

મની પ્લાન્ટની વેલ હંમેશા ઉપરની તરફ ચડવી જોઈએ. જો વેલ જમીન પર લટકતી હોય તો તેને કોઈ સહારે ઉપરની તરફ બાંધી દો. ઉપર વધતી વેલ ઉન્નતિ અને પ્રગતિનું પ્રતીક છે. જેમાં તેની છોડની સૂકી પાંદડીઓ તરત જ દૂર કરી દો. સૂકી અને પીળી પડેલી પાંદડીઓ નકારાત્મકતાનું સંકેત આપે છે, જે ઘરની ઊર્જાને અસર કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નજરથી બચાવો

જો તમે મની પ્લાન્ટને પાણીની બોટલમાં રાખતા હોવ તો તેનું પાણી દર અઠવાડિયે બદલતા રહો. ગંદું કે રોકાયેલું પાણી મચ્છર પેદા કરવા સાથે વાસ્તુ દોષ લાવે છે. જેમાં મની પ્લાન્ટને કોઈ બહારના વ્યક્તિની નજરથી બચાવીને રાખવો જોઈએ. તેને ઘરની અંદર કે બાલ્કનીના એવા ખૂણામાં રાખો જ્યાં બધાની સીધી નજર ન પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

main door Money plant Vastu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ