બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / જગન્નાથ રથયાત્રાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે હેરા પંચમી, જાણો આ પરંપરા પાછળનું મહત્વ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:14 AM, 17 July 2026
1/5
ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 July 2026 થી થઈ ચૂક્યો છે. આ ભવ્ય યાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના ત્રણ વિશાળ લાકડાના રથોને હજારો શ્રદ્ધાળુઓ દ્વારા ખેંચવામાં આવે છે. રથયાત્રા શરૂ થયાના પાંચમા દિવસે એટલે કે અષાઢ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ 'હેરા પંચમી'નો અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે જગન્નાથ મંદિર, પુરીની સત્તાવાર વેબસાઇટ અનુસાર હેરા પંચમીનો તહેવાર 20 July 2026 ના રોજ ઉજવવામાં આવશે.
2/5
પૌરાણિક કથાઓ અને પરંપરા અનુસાર, જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને માસીના ઘરે એટલે કે ગુન્ડિચા મંદિર જાય છે, ત્યારે માતા લક્ષ્મી મુખ્ય મંદિરમાં એકલા રહી જાય છે. પોતાનાથી રિસાઈને ગયેલા પ્રભુ જગન્નાથજીને મનાવવા માટે પાંચમા દિવસે દેવી લક્ષ્મી એક ભવ્ય પાલખીમાં સવાર થઈને ગુન્ડિચા મંદિર પહોંચે છે અને ભગવાન સમક્ષ પોતાની નારાજગી નોંધાવે છે.
3/5
જોકે, ભગવાન જગન્નાથ તેમને જલ્દી પાછા આવવાની ખાતરી આપે છે, તેમ છતાં માતા લક્ષ્મીનો ગુસ્સો શાંત થતો નથી. ભારે નારાજગીમાં માતા લક્ષ્મી ભગવાન જગન્નાથના મુખ્ય રથ 'નંદીઘોષ' ના આગળના ભાગનો એક ટુકડો તોડી નાખે છે. આ લીલા બાદ ભગવાન જગન્નાથ તેમને મનાવે છે અને માતા લક્ષ્મી મુખ્ય મંદિર પરત ફરે છે. આ સમગ્ર પરંપરાને સ્થાનિક ભાષામાં 'હેરા ગોહા લીલા' તરીકે ઓળખવામાં આવે છે.
4/5
5/5
આ ભવ્ય રથયાત્રાની શરૂઆત વહેલી સવારે વિશેષ પૂજા અને મંગળા આરતીથી થઈ હતી. દેશના ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક અગ્રણી નેતાઓ અને મંત્રીઓએ વહેલી સવારે મંદિર પહોંચીને પ્રભુના દર્શન કર્યા હતા અને મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આરતી બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. પ્રભુના દર્શન કરવા માટે વહેલી સવારથી જ લાખો ભક્તો મંદિર પરિસર અને રથયાત્રાના સમગ્ર રૂટ પર ઉમટી પડ્યા હતા અને આખું વાતાવરણ 'જય રણછોડ, માખણચોર' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ