બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:34 PM, 16 July 2026
Canada Wildfire Train : કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ભીષણ જંગલની આગ વચ્ચે માલગાડી ફસાઈ જતાં સર્જાયેલા નાટકીય દૃશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં ટ્રેનની બંને બાજુએ આગની ઊંચી જ્વાળાઓ અને ગાઢ ધુમાડો જોવા મળે છે, જેના કારણે સ્થિતિ અત્યંત ભયજનક બની ગઈ હતી. જોકે સમયસર કરવામાં આવેલી કામગીરીના કારણે ટ્રેનના તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ આ ઘટના ઓન્ટારિયોના આર્મસ્ટ્રોંગ વિસ્તાર નજીક બની હતી. માલગાડીના લોકોમોટિવમાંથી રેકોર્ડ કરાયેલા વીડિયોમાં આગ રેલવે ટ્રેકની બંને બાજુએ ઝડપથી ફેલાતી જોવા મળે છે. ટ્રેનના કર્મચારીઓએ વાયરલેસ દ્વારા તાત્કાલિક મદદ માગી હતી અને પરિસ્થિતિ અત્યંત જોખમી બની હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાને પગલે કેનેડિયન નેશનલ રેલવે (CN Rail)એ આગની અસરગ્રસ્ત વિસ્તારમાં ત્રણ એવી ટ્રેનોને રોકી દીધી હતી, જેમાં જ્વલનશીલ સામગ્રીનું પરિવહન થઈ રહ્યું હતું. આગ વધુ ફેલાય નહીં અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક તમામ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
This is near Armstrong, Ontario.
— Sol Mamakwa (@solmamakwa) July 14, 2026
When will the Canadian National Railway Company make a statement about this incident? pic.twitter.com/6bKJYugeR0
ADVERTISEMENT
રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારમાં કાર્યરત તમામ કર્મચારીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી આ વિસ્તારમાં રેલવે સેવા અસ્થાયી રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન ઓન્ટારિયો પ્રોવિન્શિયલ પોલીસે પણ જ્વલનશીલ સામગ્રી લઈ જતી ટ્રેનોને સુરક્ષિત સ્થળે રાખવાની વ્યવસ્થા કરી હતી, જેથી આગના કારણે કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય.
આ પણ વાંચો : 7 મહિના સુધી દુનિયામાં થશે મહાયુદ્ધ, 2026ના બાકીના છ મહિના માટે ભયાનક ભવિષ્યવાણી
ADVERTISEMENT
નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમેરિકા અને કેનેડાના અનેક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક ગરમી અને લાંબા સમયથી ચાલી રહેલી સૂકી હવામાન પરિસ્થિતિને કારણે જંગલની આગ ઝડપથી ફેલાઈ રહી છે. આ હીટવેવના કારણે અનેક વિસ્તારોમાં તાપમાનના નવા રેકોર્ડ નોંધાયા છે અને વનાગ્નિની ઘટનાઓમાં પણ વધારો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.