બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર, જુઓ ભાજપ કેવી રીતે ઉમેદવાર ઉતારશે

ગાંધીનગર / રાજ્યસભાની ચૂંટણીને લઇ મોટા સમાચાર, જુઓ ભાજપ કેવી રીતે ઉમેદવાર ઉતારશે

Vishal Khamar

Last Updated: 05:34 PM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે. રાજ્યસભાના કોંગ્રેસના 1 અને ભાજપના 3 સભ્યોના કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. તાજેતરની માહિતી મુજબ, રાજ્યની તમામ ચાર બેઠકો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાળે જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

કોંગ્રેસના 1 અને ભાજપના 3 સભ્યોનો કાર્યકાળ પૂર્ણ

રાજ્યસભામાં કોંગ્રેસના 1 અને ભાજપના 3 સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષોએ પોતાની રણનીતિ તેજ કરી છે.

ભાજપ દ્વારા વિધાનસભાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિગત સમીકરણોને આધારે ઉમેદવારો ઉતારવાની તૈયારી ચાલી રહી છે. પાર્ટી આ વખતે આદિવાસી, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ અને કડવા પાટીદાર સમાજમાંથી ઉમેદવારોને તક આપી શકે છે.

30થી વધુ સંભવિત નામોની યાદી તૈયાર કરવામાં આવી

સૂત્રો મુજબ ગુજરાતમાંથી 30થી વધુ સંભવિત નામોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાંથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ખાસ કરીને આદિવાસી સમાજમાંથી બે ઉમેદવારોને તક મળી શકે છે એવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લામાં 443 પોલીસ કર્મીઓની આંતરિક બદલીથી ચકચાર, જુઓ લિસ્ટ

મતદાન 18 જૂનના રોજ યોજાશે

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન છે, જ્યારે મતદાન 18 જૂનના રોજ યોજાશે. આ ચૂંટણીને લઈને રાજ્યના રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે અને તમામ પક્ષોની નજર હવે ઉમેદવારોની અંતિમ યાદી પર કેન્દ્રિત થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gujarat Gandhinagar news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ