બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિરાટ કોહલીના ચાહકો માટે માઠા સમાચાર, વનડે સીરિઝમાંથી બહાર, જાણો શું કારણ

સ્પોર્ટ્સ / વિરાટ કોહલીના ચાહકો માટે માઠા સમાચાર, વનડે સીરિઝમાંથી બહાર, જાણો શું કારણ

Jinal Chauhan

Last Updated: 11:57 AM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમને અફઘાનિસ્તાન સામે 13 જૂનથી શરૂ થનારી 3 મેચોની વનડે સિરીઝ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાના કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમને અફઘાનિસ્તાન સામે 13 જૂનથી શરૂ થનારી 3 મેચોની વનડે સિરીઝ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાના કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીને હેમસ્ટ્રિંગ ઈજા થઈ છે. આ ઈજાના કારણે તેઓ અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં રમી શકશે નહીં. જોકે અત્યાર સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વિરાટ કોહલી છેલ્લે IPL 2026ની ફાઇનલ મેચમાં રમ્યા હતા. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે શાનદાર બેટિંગ કરતાં અણનમ 75 રન બનાવ્યા હતા અને ટીમને બીજી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઇનલ દરમિયાન તેઓ મેદાનમાં ફિઝિયોથી સારવાર લેતા પણ જોવા મળ્યા હતા. ઈજા ત્યારે થઈ હતી કે પછી ટ્રેનિંગ દરમિયાન થઈ હતી, તે અંગે હજુ સ્પષ્ટ માહિતી મળી નથી. કોહલી પહેલેથી જ અફઘાનિસ્તાન સામેની વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. હવે જો તેઓ ખરેખર બહાર થાય છે તો BCCIને તેમના સ્થાને નવા ખેલાડીની જાહેરાત કરવી પડશે.

બીજી તરફ ટીમના કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. IPLના અંતિમ કેટલીક મેચોમાં તેઓ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યા હતા અને કેટલીક મેચો ચૂકી પણ ગયા હતા.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટમાં મોટો ભૂકંપ: સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ ટી-20 ની કેપ્ટનશીપ

IPL 2026માં વિરાટનો શાનદાર દેખાવ

IPL 2026માં વિરાટ કોહલીએ RCB માટે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેમણે 16 મેચોમાં કુલ 675 રન બનાવ્યા હતા, જેમાં એક સદી પણ સામેલ હતી. ફાઇનલમાં તેમની અણનમ 75 રનની ઇનિંગ્સ માટે તેમને "પ્લેયર ઓફ ધ મેચ" એવોર્ડ મળ્યો હતો. વિરાટ કોહલી હવે ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હાલમાં તેઓ માત્ર વનડે ક્રિકેટમાં જ ભારત માટે રમે છે. તેથી તેમના સિરીઝમાંથી બહાર થવાના સમાચાર ચાહકો માટે નિરાશાજનક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Afghanistan Virat Kohli Injury Hamstring Injury
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ