બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / ધારાસભ્ય યોગેશ પટેલ પંચમહાભૂતમાં વિલીન, પુત્ર-પુત્રીએ આપ્યો અગ્નિદાહ, લોકોએ રડતી આંખે વિદાય આપી
Last Updated: 12:43 PM, 4 June 2026
વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું ગત મંગળવાર, 2 જૂનના રોજ નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર વડોદરા શહેર સહિત રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આજે એટલે કે 4 જૂન, 2026 ગુરૂવારના રોજ સવારે કારેલીબાગ સ્થિત ‘અમદાવાદી પોળ’ ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા શરૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને સામાન્ય નાગરિકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્વ. યોગેશ પટેલની અંતિમ યાત્રા અંદાજે 2.4 કિલોમીટર સુધી શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ ખાસવાડી સ્મશાન સુધી પહોંચી હતી. અંતિમ યાત્રા દરમિયાન અનેક લોકો ભાવુક બન્યા હતા અને “યોગેશભાઈ અમર રહો”ના નારા લગાવવામાં આવ્યા હતા. ખાસવાડી સ્મશાન ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા હતા. સ્મશાનમાં અગ્નિદાહની તમામ તૈયારીઓ અગાઉથી જ પૂર્ણ કરવામાં આવી હતી. યોગેશ પટેલની બંને દીકરીઓ પણ સ્મશાનમાં હાજર રહી હતી.
ADVERTISEMENT
યોગેશ પટેલ 1990થી સતત 8 ટર્મ સુધી અજેય રહી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમણે પોતાના લાંબા રાજકીય જીવન દરમિયાન લોકોના પ્રશ્નોને સરકાર સમક્ષ મજબૂતીથી રજૂ કર્યા હતા. તેઓ રૂપાણી સરકારમાં મંત્રી પદે પણ રહી ચૂક્યા હતા. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ બેઠક ખાલી પડી હતી, પરંતુ પેટાચૂંટણીમાં તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થતાં સભ્ય સંખ્યા ફરી 182 થઈ હતી. જોકે હવે યોગેશ પટેલના અવસાનથી ફરી વિધાનસભા ખંડિત બની છે.

ADVERTISEMENT
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, “કાકાએ સાવલીના સ્વામીના આદેશથી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરી હતી. તેઓ હંમેશા લોકોના દિલમાં જીવંત રહેશે. લોકોના પ્રશ્નોને લઈને તેઓ સરકાર સામે પણ મજબૂતીથી અવાજ ઉઠાવતા હતા અને પરિણામ લાવતા હતા.” તેમના આ શબ્દોએ ઉપસ્થિત લોકોને ભાવુક બનાવી દીધા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત અનેક રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો સ્મશાન સુધી ઉપસ્થિત રહ્યા હતા. યોગેશ પટેલના માનમાં મુસ્લિમ સમુદાય દ્વારા સ્મશાન બહાર પાણીની સેવા પણ શરૂ કરવામાં આવી હતી. યોગેશ પટેલના પુત્ર અને પુત્રીએ અગ્નિદાહ આપ્યો હતો અને પરિવારજનોએ રડતી આંખે જનનેતાને વિદાય આપી
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.