બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં 24 કલાકમાં 424 બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા, હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી જાણકારી

કાર્યવાહી / ગુજરાતમાં 24 કલાકમાં 424 બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા, હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી જાણકારી

Nidhi Panchal

Last Updated: 10:00 AM, 4 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા, કૃષિ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ચોમાસા પૂર્વેની તૈયારીઓને લઈને રાજ્ય સરકાર દ્વારા એક પછી એક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા નિર્ણયો હાલ ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ ગુજરાત પોલીસે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ ખેડૂતો માટે "ખેત બચાવો અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અને ચોમાસા પૂર્વે વહીવટી તંત્રની તૈયારીઓ પણ મહત્વના મુદ્દા બની રહ્યા છે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી 'સ્પેશિયલ ડ્રાઈવ' હાથ ધરીને માત્ર 24 કલાકમાં જ 424 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરી છે. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે લેવાયેલા આ પગલાં દ્વારા ગુજરાત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખોરી ચલાવી લેવામાં આવશે નહીં. દેશવિરોધી તત્વો સામે આવી કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ યથાવત રહેશે.

bangladesh-aaropi

'ઓપરેશન ડેલ્ટા હન્ટ'

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતી જાળવવા માટે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' નામથી ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ 782થી વધુ શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અંગે વધુ માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને શોધી કાઢીને કાયદેસરની પ્રક્રિયા મુજબ બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

"ખેત બચાવો અભિયાન"

બીજી તરફ ગુજરાત સરકારે જમીનની ફળદ્રુપતા જાળવવા અને રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડવા માટે 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન રાજ્યવ્યાપી "ખેત બચાવો અભિયાન" શરૂ કર્યું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ગાંધીનગરના શેરથા ગામેથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના 8 હજાર ગામોના અંદાજે 6 લાખ ખેડૂતોને નેનો-યુરિયા, નેનો-ડીએપી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઝુંબેશના પ્રથમ બે દિવસમાં જ 10 હજારથી વધુ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે.

25 ટકા વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ

ખેડૂતોની આવકમાં વધારો અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર ખેડૂતોને તેમની ખેતીલાયક જમીનના ઓછામાં ઓછા 25 ટકા વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કરી રહી છે. સરકારનું માનવું છે કે આ અભિયાનથી જમીનની ગુણવત્તા જળવાશે અને ઝેરમુક્ત ખેતીને વધુ વેગ મળશે. રાજ્યભરમાં આ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

bangladeshi-photo

PM નરેન્દ્ર મોદી આગામી 5 જૂન 2026

આ દરમિયાન PM નરેન્દ્ર મોદી આગામી 5 જૂન 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતને 12,421 કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રકલ્પોની ભેટ મળશે. વડાપ્રધાનના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ ચાર મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ પ્રકલ્પોથી રાજ્યની કનેક્ટિવિટી અને આર્થિક વિકાસને નવો વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનું મોટું એલાન, DAમાં વધારો, એરિયર્સ પણ મળશે

ચોમાસા પૂર્વે રાજ્ય સરકાર પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગઈ છે. મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 'ઝીરો કેઝ્યુઆલિટી'ના લક્ષ્ય સાથે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ભારે વરસાદ અથવા પૂરની સ્થિતિમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ તાત્કાલિક શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bangladesh Infiltrators Khet Bachavo Abhiyan Gujarat News
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ