બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:52 AM, 4 June 2026
1/6
ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અને ગરમીને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તમને જણાવ્યા અનુસાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સાથે જ ચોમાસાની એન્ટ્રી અંગે પણ મહત્વપૂર્ણ સંકેત આપવામાં આવ્યા છે.
2/6
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અને ગરમી અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર શુક્રવાર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સુન વરસાદ થઈ શકે છે. હાલમાં રાજ્યભરમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી સક્રિય બનવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 7 થી 9 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3/6
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય બનશે. તેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા થઈ શકે છે. બીજી તરફ ગુજરાતમાં 8 જૂન આસપાસ ગરમીમાં વધારો જોવા મળી શકે છે. ચોમાસા પૂર્વે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સાથે જ દરિયા કિનારાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
4/6
ચોમાસાની સ્થિતિ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી એક-બે દિવસમાં ચોમાસું કેરળ કાંઠે પહોંચી શકે છે. 7 જૂન સુધીમાં કેરળના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. ગુજરાતમાં 16 જૂન આસપાસ વરસાદી માહોલ શરૂ થઈ શકે છે જ્યારે 25 જૂન સુધીમાં ચોમાસું રાજ્યના મોટા ભાગોમાં પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
5/6
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 20 થી 28 જૂન દરમિયાન આદ્રા નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન અને ખેતીના દૃષ્ટિકોણથી આદ્રા નક્ષત્રનો વરસાદ સારો માનવામાં આવે છે. સાથે જ રોહિણી નક્ષત્રના પાછલા ચરણમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ચોમાસાના શરૂઆતના વરસાદ પર ખેતીની તૈયારીનો મોટો આધાર રહેતો હોય છે.
6/6
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ બનવાની શક્યતા નથી. જોકે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે, જેના કારણે આગળના દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ચોમાસાના શરૂઆતના તબક્કામાં ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ