બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / લો બોલો, દારૂના નશામાં મનપાના જ અધિકારીએ સર્જ્યો અકસ્માત, અનેક વાહનો લીધા અડફેટે
Last Updated: 08:13 PM, 4 June 2026
સુરત શહેરમાં પાલનપુર-કેનાલ રોડ પર મહાનગરપાલિકાના એક અધિકારીની કાર દ્વારા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અધિકારીની ગાડી અચાનક નિયંત્રણ ગુમાવી દેતાં એક કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા.
ADVERTISEMENT

વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો અનુસાર, આ ઘટનામાં વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાની જાણકારી મળી રહી છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ADVERTISEMENT
અકસ્માત કરનાર અધિકારી દારૂના નશામાં હોવાની આશંકા
આક્ષેપો મુજબ, અકસ્માત સર્જનાર અધિકારી દારૂના નશામાં હતા એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે પોલીસ કે પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજ્યસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા 4 ઉમેદવારોના નામ
સામાન્ય લોકોને દંડ ફટકારતી પોલીસને આ કેમ ન દેખાયું?
ADVERTISEMENT
સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે સામાન્ય વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરતી પોલીસને આવા ગંભીર મામલામાં કેટલી ઝડપથી અને કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહેશે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.