બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ETP પ્લાન્ટની ટાંકીમાં ગૂંગળામણ થતાં 2 શ્રમિકોના કરુણ મોત, અન્ય 2ની હાલત ગંભીર
Last Updated: 12:03 PM, 7 June 2026
ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક શહેર સુરતમાંથી અવારનવાર શ્રમિકોની સુરક્ષાને લઈને ચિંતાજનક સમાચારો સામે આવતા રહે છે. આવી જ એક અત્યંત કમકમાટીભરી અને મોટી દુર્ઘટના સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં ઘટી છે.
ADVERTISEMENT

અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા એક ઉદ્યોગના ETP પ્લાન્ટની અંદર સફાઈની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ટાંકીમાં ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થવાથી ૨ શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર અને મૃતક શ્રમિકોના પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
મળતી વિગતો અનુસાર, આ ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ કરવા માટે કુલ 4 સફાઈકર્મીઓ અંદર ઉતારવામાં આવ્યા હતા. પરંતુ ટાંકીની અંદર એકત્રિત થયેલા ઝેરી કેમિકલ યુક્ત ગેસના કારણે આ ચારેય સફાઈકર્મીઓ અંદર જ ફસાઈ ગયા હતા અને તીવ્ર ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી.
ADVERTISEMENT
ફાયરવિભાગની ટીમે ભારે જહેમત બાદ ટાંકીમાં ફસાયેલા ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. જો કે, ત્યાં સુધીમાં ઘણી મોડું થઈ ચૂક્યું હતું. આ ૪ લોકોમાંથી ૨ શ્રમિકોના ગૂંગળામણના કારણે કમકમાટીભર્યા મોત થઈ ચૂક્યા હતા, જ્યારે ટાંકીમાંથી બહાર કઢાયેલા અન્ય ૨ શ્રમિકોની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અહીં એ સમજવું જરૂરી છે કે ETP પ્લાન્ટ એટલે કે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Effluent Treatment Plant) શું છે. આ મૂળભૂત રીતે વિવિધ ઉદ્યોગો દ્વારા કારખાનામાંથી ગંદા પાણીને બહાર છોડતા પહેલા અથવા તેનો ફરીથી ઉપયોગમાં લેતા પહેલા, તેને શુદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવાતી એક આધુનિક ટ્રીટમેન્ટ સિસ્ટમ છે. આ પ્લાન્ટ પ્રોસેસ દરમિયાન પાણીમાં રહેલા ઘન પદાર્થો (સોલિડ્સ), તેલ, ગ્રીસ, કાર્બનિક લોડ, ખતરનાક રસાયણો અને ઘણા કિસ્સાઓમાં ભારે ધાતુઓ અથવા ઝેરી દૂષકોને પણ પાણીમાંથી દૂર કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયાના કારણે જ ટાંકીની અંદર અત્યંત ઝેરી ગેસ જમા થતો હોય છે, જે સફાઈ દરમિયાન સુરક્ષાના સાધનો વિના ઉતરતા શ્રમિકો માટે જીવલેણ સાબિત થાય છે. હાલ પોલીસ અને વહીવટીતંત્ર આ મામલે કાયદેસરની તપાસ ચલાવી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT