બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હરિયાણા-ચંદીગઢ સરકારી ફંડ કૌભાંડમાં CBIએ કરી કાર્યવાહી, દિલ્હી-NCR સહિત છ સ્થળોએ દરોડા

નેશનલ / હરિયાણા-ચંદીગઢ સરકારી ફંડ કૌભાંડમાં CBIએ કરી કાર્યવાહી, દિલ્હી-NCR સહિત છ સ્થળોએ દરોડા

Ajitsinh Jadeja

Last Updated: 10:46 AM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haryana Scam: હરિયાણા અને ચંદીગઢમાં સરકારી વિભાગો સાથે જોડાયેલ ₹661 કરોડના કથિત ફંડ કૌભાંડની તપાસના સંદર્ભમાં સીબીઆઇએ ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી-એનસીઆરમાં એક સાથે દરોડા પાડ્યા

Haryana Scam: હરિયાણા અને ચંદીગઢમાં સરકારી વિભાગો સાથે જોડાયેલ ₹661 કરોડના કથિત ફંડ કૌભાંડની તપાસના સંદર્ભમાં સીબીઆઇએ ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી-એનસીઆરમાં એક સાથે દરોડા પાડ્યા, જેમાં અનેક મહત્વના દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને મિલકતના રેકોર્ડ જપ્ત કર્યા. તપાસ એજન્સીને સરકારી અધિકારીઓ, બેંક કર્મચારીઓ અને એક ખાનગી કંપની વચ્ચે સાંઠગાંઠની શંકા છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે ₹661 કરોડના સરકારી ભંડોળના કથિત ઉચાપતની મોટી તપાસ શરૂ કરી છે. ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી-એનસીઆરમાં છ સ્થળોએ દરોડા પાડ્યા. આ કેસ આઇડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ ફાઇનાન્સ બેંક સાથે સંકળાયેલા વ્યવહારો સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.

સીબીઆઇએ હરિયાણા સરકારીના વરિષ્ઠ અધિકારીઓ, નોઇડા સ્થિત વિપમ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરના પરિસર પર દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીને શંકા છે કે સરકારી અધિકારીઓ અને બેંક કર્મચારીઓએની મિલિભગતથી સરકારી રકમના ખાતાનું સંચાલન કરવામાં આવ્યુ, ભંડોળ ટ્રાન્સફર કરાયું અને ત્યારબાદ ગેરકાયદે લાભ માટે તેમને ડાયવર્ટ કરવામાં આવ્યુ.

VTV ADD

આ પણ વાંચોઃ નેશનલ / રસોડાનું બજેટ ખોરવાયું: આજથી ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં થયો રૂ. 29 નો વધારો

સીબીઆઈના અનુસાર આ કથિત કૌભાંડથી હરિયાણા સરકારના આઠ વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના બે વિભાગો પ્રભાવિત થયા હતા. આમાં ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચંદીગઢ રિન્યુએબલ એનર્જી એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટી (CREST ચંદીગઢ)નો સમાવેશ થાય છે. તપાસ એજન્સીનો આરોપ છે કે સરકારી ભંડોળનો દુરુપયોગ એક સુનિયોજિત ષડયંત્રના ભાગ રૂપે કરવામાં આવ્યો હતો, જેમાં બેંક અધિકારીઓ અને જાહેર સેવકોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CBI Raid Haryana Scam Delhi-NCR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ