ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:13 AM, 7 June 2026
ADVERTISEMENT
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને 7 અને 8 જૂન દરમિયાન ગાંધીનગરમાં ફરજિયાત હાજર રહેવાની સૂચના આપી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરહાજરી કે ગેરસમજ ઊભી ન થાય તે માટે પક્ષ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.મળતી માહિતી અનુસાર ભાજપના રાજ્યસભાના ચારેય ઉમેદવારો પણ હાલમાં ગાંધીનગરમાં હાજર છે અને ચૂંટણી સંબંધિત વિવિધ બેઠકો તથા ચર્ચાઓમાં ભાગ લઈ રહ્યા છે. પક્ષના નેતાઓ દ્વારા ધારાસભ્યો સાથે સતત સંપર્ક રાખી ચૂંટણીની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
સોમવારે સવારે આશરે 10 વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તમામ ભાજપ ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં રાજ્યસભા ચૂંટણીની પ્રક્રિયા, મતદાનની પદ્ધતિ તેમજ પક્ષની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને ધારાસભ્યોને મતદાન દરમિયાન અનુસરવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવશે.
ADVERTISEMENT
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ અંતિમ ક્ષણે ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતા પણ છે. આ સંજોગોમાં ભાજપ પોતાના ધારાસભ્યોને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રાખવા માંગે છે. બેઠક દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર મેદાનમાં આવે તો મતદાન કેવી રીતે કરવું, મત માન્ય રહે તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ ચૂંટણી સંબંધિત કાનૂની અને પ્રક્રિયાત્મક મુદ્દાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ દિલ્હીમાં 'કોકરોચ આંદોલન' થી ગરમાયું રાજકારણ, અરવિંદ કેજરીવાલે કર્યું સમર્થન
ADVERTISEMENT
ભાજપ દ્વારા ધારાસભ્યોને ગાંધીનગરમાં રોકાવાની સૂચના આપવાનું મુખ્ય કારણ ચૂંટણી દરમિયાન સંપૂર્ણ એકતા અને સંકલન જાળવવાનું માનવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણી ભલે ઔપચારિક લાગે, પરંતુ રાજકીય દૃષ્ટિએ તે મહત્વપૂર્ણ હોવાથી ભાજપ કોઈપણ પ્રકારનું જોખમ લેવા ઇચ્છતું નથી. પરિણામે આગામી બે દિવસ ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ તેજ બનવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT