બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજ્યભરમાં 75 હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી, કડક બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન

ગુજરાત / રાજ્યભરમાં 75 હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી, કડક બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન

Nidhi Panchal

Last Updated: 09:40 AM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે રાજ્યભરમાં વર્ગ 1 અને વર્ગ 2ની ચાર મોટી જાહેરાતો માટેની પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 19 જિલ્લાઓમાં 323 કેન્દ્રો પર 75 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે 7 જૂન, રવિવારના રોજ રાજ્યભરમાં વર્ગ 1 અને વર્ગ 2ની વિવિધ ચાર મોટી જાહેરાતો માટેની પ્રિલિમ પરીક્ષાનું એક જ દિવસમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા વર્ગ 1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષક-પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે.

GPSC

રાજ્યના 19 જિલ્લાઓમાં ઉભા કરાયેલા કુલ 323 પરીક્ષા કેન્દ્રો પર 75 હજારથી વધુ ઉમેદવારો સવારે 11:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી પરીક્ષા આપશે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્રને ખાસ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં 57 પરીક્ષા કેન્દ્રો પર કુલ 13,289 ઉમેદવારો

અમદાવાદ શહેરમાં 57 પરીક્ષા કેન્દ્રો પર કુલ 13,289 ઉમેદવારો પરીક્ષા આપશે. તેમાં 216 દિવ્યાંગ ઉમેદવારો અને 13,082 સામાન્ય ઉમેદવારોનો સમાવેશ થાય છે. બીજી તરફ રાજકોટ શહેરમાં 28 પરીક્ષા કેન્દ્રો પર સૌરાષ્ટ્રભરમાંથી આવેલા કુલ 5,954 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોમાં આ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે.

કુલ 826 દિવ્યાંગ ઉમેદવારો આ પરીક્ષામાં

રાજ્યભરમાં કુલ 826 દિવ્યાંગ ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના છે. તેમના માટે વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે જ્યાં વ્હીલચેર, લિફ્ટ, ભોંયતળિયાની બેઠક વ્યવસ્થા તેમજ 'દિવ્યાંગ મિત્ર' તરીકે રાઇટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત નિયમ મુજબ આવા ઉમેદવારોને પેપર લખવા માટે 60 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે.

કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં

પરીક્ષા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અમદાવાદના તમામ 57 કેન્દ્રો પર ઝોનલ અધિકારી, આયોગના પ્રતિનિધિ અને CCTV સુપરવાઇઝર તૈનાત કરવામાં આવ્યા છે. પેપર લીકેજ અથવા ચોરી જેવી કોઈ ઘટના ન બને તે માટે 13 સંવેદનશીલ રૂટ પર હથિયારી ગાર્ડ સાથે પ્રશ્નપત્ર પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉમેદવારો માટે કડક ગાઇડલાઇન્સ

GPSC દ્વારા ઉમેદવારો માટે કડક ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ સવારે 9 વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાનું રહેશે. પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલાં મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવશે અને 09:30 વાગ્યા પછી પહોંચનારા ઉમેદવારોને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

Exam preparation

ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ ઓરિજિનલ કોલ લેટર તેમજ ફોટોગ્રાફ ધરાવતું અસલી ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત રહેશે. સાથે જ બે લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ પણ લાવવા જણાવાયું છે. ઓએમઆર શીટમાં જવાબ લખવા માટે માત્ર કાળી અથવા ભૂરી બોલપોઇન્ટ પેનનો જ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ

પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, પુસ્તકો અથવા પ્લાસ્ટિક પાઉચ લઈ જવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત કેન્દ્રની આસપાસ 100 મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકો ભેગા થવા પર પણ પ્રતિબંધ છે. ઝેરોક્ષ સેન્ટરો, લાઉડ સ્પીકર અને બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યસભા ચૂંટણી પહેલાં ભાજપ એલર્ટ, 7-8 જૂન ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવાનો આદેશ

પરીક્ષા સેન્ટરની આસપાસ જાહેર વાહન વ્યવહારને અવરોધ થાય તે રીતે વાહનો પાર્ક કરવા તેમજ કોઈપણ પ્રકારનું હથિયાર લઈને પ્રવેશવા પર પણ સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Government Jobs GPSC Prelims GPSC Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ