બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગેરકાયદે સિંહ દર્શન ભારે પડ્યાં! અમરેલીમાં સિંહના જીવલેણ હુમલામાં 21 વર્ષીય યુવકનું દર્દનાક મોત
Last Updated: 11:06 PM, 8 July 2026
થોડા દિવસ પહેલા પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે હુમલો કરી માલઘારીને સિંહે જકડી લીધો હતો. તેમજ માલધારીનો હાથ સિંહે પોતાના મોઢામાં પકડી લીધો હતો. માલધારીનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો. થોડા સમય બાદ સિંહ માલધારીને છોડીને જતો રહ્યો હતો. બુધવારની રાત્રીના સુમારે અમરેલીના લીલીયાનાં અંટાળી નજીક યુવક પર સિંહ-સિંહણે હુમલો કરી યુવકને ફાડી ખાધો જેથી ફરી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટની સીમા વિસ્તારમાં સિંહના હુમલામાં 21 વર્ષીય સોહીલ મેમણનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતા ફેલાઈ છે.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી અનુસાર, સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન કરવા માટે જંગલની નજીક પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક સિંહોએ હુમલો કર્યો હતો. હુમલામાં સોહીલ મેમણ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિંહ તેમને જંગલની અંદર સુધી ખેંચી લઈ ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ લીલીયા વનવિભાગ અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે હુમલા બાદ સિંહો અત્યંત આક્રમક સ્થિતિમાં હોવાથી મૃતદેહ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. વનવિભાગે વિશેષ સાવચેતી સાથે સરકારી વાહનોના કાફલા દ્વારા ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

ADVERTISEMENT
વન વિભાગે અન્ય યુવકોની પૂછપરછ શરૂ કરી
ઘટના બાદ વનવિભાગે સિંહ દર્શન કરવા આવેલા અન્ય યુવકોની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. યુવકો જંગલ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા, તેઓ અધિકૃત પરવાનગી વગર પ્રવેશ્યા હતા કે નહીં અને કોઈએ તેમને માર્ગદર્શન આપ્યું હતું કે કેમ તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો
આ ઘટના બાદ માનવ-સિંહ સંઘર્ષનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાતો હોવાની ચર્ચા વચ્ચે સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. જો અંટાળીયા વિસ્તારની આસપાસ સિંહોની સતત અવરજવર અંગે અગાઉથી માહિતી ઉપલબ્ધ હતી, તો લોકોને જોખમી વિસ્તારમાં પ્રવેશતા રોકવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પૂરતા પગલાં લેવાયા હતા કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચોઃ બોલો, વડોદરામાં ચોર બાળકોનો ગુલ્લક ચોરી ગયા! નમન રેસિડેન્સીમાં ફરી ચોરી
પરવાનગી વગર જંગલ વિસ્તારમાં પ્રવેશ ન કરવા અપીલ
વનવિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલ વિસ્તાર અથવા સિંહોની અવરજવર ધરાવતા વિસ્તારોમાં પરવાનગી વગર પ્રવેશ ન કરે તેમજ વન્યજીવોને નજીકથી જોવાનો પ્રયાસ ટાળે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.