બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોસાબારા દરિયાકાંઠેથી રૂ. 30.67 લાખનું ચરસ બિનવારસી હાલતમાં જપ્ત, પોલીસે તપાસ તેજ કરી

પોરબંદર / ગોસાબારા દરિયાકાંઠેથી રૂ. 30.67 લાખનું ચરસ બિનવારસી હાલતમાં જપ્ત, પોલીસે તપાસ તેજ કરી

Vishal Khamar

Last Updated: 11:39 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના ગોસાબારા દરિયાકાંઠેથી રૂ. 30.67 લાખનું ચરસ બિનવારસી હાલતમાં મળ્યું છે. પોલીસે આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોના માટે હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

પોરબંદર જિલ્લાના ગોસાબારા દરિયાકાંઠે નવી બંદર પોલીસને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. લેન્ડિંગ પોઈન્ટ નજીક શંકાસ્પદ હાલતમાં પડેલું એક બાચકું મળી આવતાં પોલીસે તેની તપાસ હાથ ધરી હતી.

બાચકામાંથી કુલ 10 પેકેટ મળી આવ્યા

તપાસ દરમિયાન બાચકામાંથી કુલ 10 પેકેટ મળી આવ્યા હતા, જેમાં અંદાજે 12.270 કિલોગ્રામ ચરસ હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા ચરસની બજાર કિંમત અંદાજે રૂ. 30.67 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે. સમગ્ર મુદ્દામાલને કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ચરસનો જથ્થો દરિયાઈ માર્ગે લાવવામાં આવ્યો હોવાની શક્યતા

પ્રાથમિક તપાસ મુજબ આ ચરસનો જથ્થો દરિયાઈ માર્ગે લાવવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ માદક પદાર્થ ક્યાંથી આવ્યો, કોના માટે લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ ગેરકાયદે નેટવર્ક કાર્યરત છે કે નહીં તે મુદ્દે નવી બંદર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગેરકાયદે સિંહ દર્શન ભારે પડ્યાં! અમરેલીમાં સિંહના જીવલેણ હુમલામાં 21 વર્ષીય યુવકનું દર્દનાક મોત

પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ શરૂ કરી છે અને ઉપલબ્ધ પુરાવા તેમજ ટેક્નિકલ માહિતીના આધારે સમગ્ર ઘટનાની કડીઓ જોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gosabara Coast Navibandar Police Porbandar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ